ભાવનગરથી મથુરા જતી બસને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત, 12 ગુજરાતીઓના મોત.

ભાવનગર(Bhavanagar):રાજ્યભરમાં અકસ્માતના બનાવે ખુબ જ વેગ પકડ્યો છે,હાલમાં ભાવનગરથી વધુ એક અકસ્માતનો બનાવ સામે આવી રહ્યો છે,આ અકસ્માતની ઘટનામાં 12 ગુજરાતીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામેલા લોકોમાં 7 મહિલાઓ અને 5 પુરુષોનો સમાવેશ થાય છે.

મળતી માહિતી પ્રમાણે,આજથી 23 દિવસ પહેલાં ભાવનગરના યાત્રિકોની બસ ઉત્તરાખંડમાં ખીણમાં ખાબકી હતી. જેમાં 7 યાત્રિકોનાં મોત નીપજ્યાં હતાં, જે અકસ્માત હજુબ ભુલાયો નથી ત્યાં આજે સવારે ભાવનગરથી મથુરા જતા 12 યાત્રિકોને ટ્રકે કચડી નાખતા કમકમાટીભર્યા મોત થયાં છે.

ભાવનગરથી બસમાં બેસીને યાત્રિકો મથુરા જઈ રહ્યા હતા. તે દરમિયાન ભરતપુર-આગ્રા હાઈવે પર સવારે બસની ડીઝલની પાઈપ અચાનક ફાટી ગઈ હતી. ડ્રાઈવર સાથે 10-12 જેટલા મુસાફરો બસમાંથી ઊતરી ગયા હતા. ડ્રાઇવર પાઇપ રિપેર કર્યા બાદ ડીઝલ લેવા ગયો. ત્યારે એક ટ્રકે બસને ટક્કર મારી અને નજીકમાં ઊભેલા લોકોને કચડીને આગળ વધી હતી. અકસ્માત બાદ મૃતદેહો હાઈવે પર વેરવિખેર થઈ ગયા હતા.

આટલો ભયંકર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે તરત જ પોલીસ દોડી આવી હતી,તમામના મૃતદેહને ભરતપુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.,આ તમામ મૃતક ભાવનગર જિલ્લાના રહેવાસી છે. જેઓ ભાવનગરથી મથુરા જઈ રહ્યા હતા.મૃત્યુ પામેલાઓમાં 7 મહિલાઓ અને 5 પુરુષો હતાં.

મૃતકોની યાદી જોઈએ તો,અંતુભાઈ લાલજીભાઈ ગયાણી 55 વર્ષ,નંદરામભાઈ મથુરભાઈ ગયાણી 68 વર્ષ,લલ્લુભાઈ દયાભાઈ ગયાણી,ભરતભાઈ ભીખાભાઈ,લાલજીભાઈ મનજીભાઈ,અંબાબેન જીણાભાઈ,કંબુબેન પોપટભાઈ,રામુબેન ઉદાભાઈ,મધુબેન અરવિંદભાઈ દાગી,અંજુબેન થાપાભાઈ,મધુબેન લાલજીભાઈ ચુડાસમા,કલુબેન ઘોયલ છે.