અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં નર્સની ફરજ બજાવતી યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા પીઈ જીવન ટુંકાવ્યું

અમરેલી(amreli):રાજ્યભરમાં આપઘાતના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ અમરેલીમાંથી વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે.,અમરેલી શહેરમાં આવેલ શાંતાબા હોસ્પિટલમા નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ ઘઉમાં નાખવાનો ઝેરી પાવડર પી જઈ આપઘાત કરી લેતા સમગ્ર શહેરમા અરેરાટી વ્યાપી ગઈ હતી.

મળતી માહિતી મુજબ,અમરેલી તાલુકામાં આવેલ સરંભડા ગામની વતની અને હાલ ચિતલ રોડ શ્રીરંગ સોસાયટીમાં શેરી નંબર પાંચમાં રહેતી 23 વર્ષની  ઉર્મિલાબેન ભીખુભાઈ દાફડા  એ આજે પોતાના ઘરે અનાજમાં નાખવાનો ઝેરી પાવડર પી આપઘાત કરી લીધો હતો.

ઊર્મિલાબેને ઝેરી દવા ગટગટાવતાં શાંતાબા ગજેરા હોસ્પિટલમાં સારવારમા ખસેડવામાં આવી હતી,જ્યાં સારવાર દરમિયાન ઉર્મીલાબેનનું મોત થયું હતું,ઉર્મિલાબેને આવું અગમ્ય પગલું શા માટે ભર્યું એ કારણ હજુ અકબંધ છે,પોલીસે પણ આ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે,જુવાન દીકરીના આવી રીતે થયેલા આપઘાતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.