સુરતમાં રૂમમાં સૂતેલા પરિવાર પર સીલિંગ તૂટી,એકની એક 1 વર્ષની દીકરીનું મોત,પરિવારમાં છવાયો માતમ.

સુરત(surat):રાજ્યભરમાં મોતના સમાચાર ખુબ જ આવી રહ્યા છે,હાલ સુરાતમાં મોતનો બનાવ સામે આવ્યો છે,સુરતના સચિન વિસ્તારમાં વહેલી સવારે રૂમમાં સૂતેલા પરિવાર પર સીલિંગ તૂટી પડી હતી. વહેલી સવારે બનેલી ઘટનામાં બાળકીને ગંભીર ઈજા પહોંચતાં પરિવાર તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈને પહોચતા બાળકીને સારવાર મળે એ પહેલા જ બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર,જીઆઇડીસી વિસ્તારમાં આવેલી રામેશ્વર કોલોનીમાં મૂળ ઉત્તર પ્રદેશના રાહુલ યાદવ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક 1 વર્ષીય પુત્રી શિવાની હતી. રાહુલ મિલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. એક રૂમમાં જ આખો પરિવાર રહે છે. દીકરી માતા સાથે બે મહિના પહેલાં જ વતનથી સુરત આવી હતી.

મકાનમાં બીજા માળે રૂમમાં આખો પરિવાર સૂતો હતો. નિદ્રાધીન પરિવાર પર અચાનક ધડાકા સાથે સીલિંગ તૂટી પડી હતી. એક વર્ષની માસૂમ દીકરી શિવાની પર મોટું પોપડું પડતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

સૂતેલા પુત્ર, માતા અને પિતાને પણ પોપડાં માથે પડતાં ઈજાઓ થઈ હતી. પુત્રને કમરના ભાગે ઇજા થઈ હતી.,હાલ તો પોલીસે બાકીનું પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.