ગુજરાતમાં નાટક ભજવવા આવેલા જાણીતા કલાકારનું હાર્ટ એટેક આવતા દુખદ મોત.

રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવ માં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલમાં દાહોદમાંથી એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે,શનિવારના રોજ દાહોદ જિલ્લામાં હાર્ટ એટેક આવવાના કારણે એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી મુજબ,દાહોદમાં અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે એમ્ફી થિયેટરમાં નાટકનું આયોજન કરાવાયુ હતું. આ નાટકમાં બોમ્બે ખાતે રહેતો 39 વર્ષનો ભાસ્કર ભોજક નાટક ભજવવા માટે મુંબઈથી આવ્યો હતો.

દાહોદમાં યોજાયેલા બે અઢી ખીચડી કઢી નામના નાટકમાં પાત્ર ભજવવા માટે ભાસ્કર બોમ્બેથી દાહોદ  ખાતે આવ્યો હતો. નાટક પૂર્ણ થયા બાદ અચાનક જ ભાસ્કરને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક  સારવાર માટે  નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં હાજર ડોકટરે ભાસ્કરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો,આ સમાચારથી આખા સંગીત પરિવારમાં શોક ફેલાઈ ગયો હતો ,ભાસ્કરનો પરિવાર પણ આ સમાચારથી ભાસ્કરના પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.