પિતાએ પોતાની 16 વર્ષની લાડલીને મોતને ઘાટ ઉતારી, પછી દીકરીના મૃતદેહને કોથળામાં ભરીને તેની સાથે કંઈક એવું કર્યું કે ગુસ્સાથી લાલચોળ થઇ જશો.

અવાર નવાર રાજ્યમાં મોતની ઘટના સામે આવતી હોય છે,રાજ્યમાં વધુ એક મોતની ઘટના સામે આવી છે,સગા પિતાએ જ પોતાની સગી દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

દીકરીને મારીને પછી પિતાએ તેના ભાઈને ઘરે બોલાવ્યો હતો ,પછી  મૃતદેહને એક કોથળામાં પેક કરી દીધું હતું અને કોથળો લઈને બહાર નીકળી ગયા હતા. ત્યાર પછી ઘરથી 5 કિલોમીટર દૂર દીકરીના મૃતદેહને એક નદીમાં ફેંકી દીધું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ એક અજણ્યા વ્યક્તિએ પોલીસને કરી હતી.જાણ થતા તરત જ પોલીસ તેના ઘરે આવી પહોચી હતી.અને તેના પિતાને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

પોલીસ સ્ટેશન માં પોલીસે તેના પિતાની કડક પૂછપરછ કરી હતી.ખુબ જ કડક કાર્યવાહી કર્યા પછી દીકરીના પિતાએ તેનો ગુનો કબુલ કર્યો હતો.તેણે  કબુલ કરતા કહ્યું હતું કે,મારી દીકરી કોઈ અજાણ્યા છોકરા સાથે વાત કરતી હતી,તેથી મેં એની ધુલાઇ કરી હતી.ત્યારે જ તેનું મોત નીપજ્યું હતું.

દીકરીને મારી નાખવામાં તેના કાકાએ પણ મદદ કરી હતી.મળેલી માહિતી અનુસાર તેના પિતા નશાની હાલત માં હતા.દીકરીને અગાસીમાં કોઈ અજાણ્યા છોકરા સાથે વાત કરતા જોઇને દીકરીનો જીવ લીધા બાદ તેને કાંઈ સમજાયું નહિ એટલે તેને પડોશમાં રહેતા પોતાના ભાઈ મોહિતને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ બંને દીકરીના મૃતદેહને કોથળામાં નાખી દીધું હતું અને રાત્રિના સમયે ઘરથી પાંચ કિલોમીટર દૂર આવેલી એક  નદીમાં દીકરીનું મૃતદેહ ફેંકી દીધું હતું.

પોલીસે તેના પિતા અને કાકા વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી.