વડોદરામાં બે બાળકોના પિતાએ નર્મદા કેનાલમાં કૂદીને સુસાઈડ કર્યું,મરતા પેલા ફોનમાં કહી એવી વાત કે….

વડોદરા(vadodara):રાજ્યભરમાં આપઘાતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ વધુ એક વડોદરા શહેરમાંથી આપઘાતનો બનાવ સામે આવ્યો છે,ડોદરાના ડેસર તાલુકાના નવા સિહોર ગામમાં એક યુવકે નર્મદા મુખ્ય કેનાલમાં કૂદીને સુસાઇડ કરી લીધું છે.

મળતી માહિતી અનુસાર,યુવક સુસાઇડ કરવા ગયો તે પહેલા તેને પોતાની ફોઈને ફોન કર્યો હતો. ફોનમાં તેને પોતાની ફોઈને કહ્યું હતું કે, “તું મારી સાચી ફોઈ હોય તો મારી અંતિમ વિધિમાં ગીતાને બંગડીઓ ફોડવા ન દેતા”. આ ઉપરાંત યુવા કે પોતાના પિતરાઈ ભાઈને ફોન ઉપર કહ્યું હતું કે,”હું મારા બૈરીના લીધે કેનાલમાં પડવા જાઉં છું”. આવું કહીને યુવકે કેનાલમાં કૂદીને સુસાઇડ કરી લીધું હતું.

મૃતક યુવકનું નામ પિયુષ ગણપતભાઈ વણકર હતું અને તેની ઉંમર 30 વર્ષની હતી.,પિયુષના લગ્ન દસ વર્ષ પહેલા ગીતા નામની યુવતી સાથે થયા હતા. તેમને સંતાનમાં એક નવ વર્ષનો દીકરો અને એક સાત વર્ષનો દીકરો છે,પિયુષભાઈ જીઆઇડીસી માં આવેલી કંપનીમાં નોકરી કરતા હતા અને નોકરી પરથી છૂટ્યા બાદ ઓટો રીક્ષા ચલાવતા હતા.

પિયુષભાઈના ભાઈએ આક્ષેપ કર્યો હતો કે, તેમના ભાભી ગીતા છેલ્લા બે વર્ષથી અન્ય એક યુવક સાથે પ્રેમ સંબંધમાં બંધાયેલા હતા. જેના કારણે અવારનવાર ભાઈ અને ભાભી વચ્ચે ઝઘડાઓ થતા હતા. ભાભીના જીવનમાં અન્ય પુરુષ આવી જવાના કારણે ભાઈનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

આ ઘટનાને લઈને  બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.