ભાવનગરમાં હિલપાર્ક પાસેના પાણીના ખાડામાં બે સગીર યુવકોના ડુબવાથી દુખદ મોત થયા.

ભાવનગર(Bhavanagar):રાજ્યભરમાં મોતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ વધુ એક મોતનો બનાવ ભાવનગર માંથી સામે આવ્યા છે,ભાવનગર શહેરમાં આવેલ એક પાણીના મોટા ખાડામાં બપોરના સુમારે ચાર સગીર વયના બાળકો ન્હાવા પડ્યા હતા. જેમાં બે સગીર યુવકોના ડુબી જવાના કારણે મોત થયા હતા.

મળતી માહિતી મુજબ,શહેરમાં આવેલ સીદસર રોડ નજીક હિલપાર્ક પાસે એક પાણીના મોટા ખાડામાં ચાર સગીરો બપોરના સમયે ન્હાવા પડ્યા હતા. થોડોક સમય બાદ ચાર માંથી 16 વર્ષનો શીવમ જગદીશભાઇ મોરબીયા તેમજ  12 વર્ષનો સતીષ ઠાકરશીભાઇ ગોહિલ બંન્ને પાણીમાં આવેલ ઊંડા ખાડામાં ડુબવા લાગેલા.

તાત્કલિક ધોરણે  ફાયર બ્રિગેડ તેમજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી  હતી,ડૂબેલા બંન્ને યુવકોને બહાર કાઢ્યા હતા જો કે, બંન્ને સગીર યુવકોને બચાવી શક્યા ના હતા, બંન્ને યુવકોના મોત નિપજતા આજુબાજુમાં ખુબ જ અરેરાટી વ્યાપી ગઈ હતી.

ઘટના બાદ યુવકોના મૃતદેહને પી.એમ. માટે સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.આમ સગીર બાળકોના મોત થવાથી બંને પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો.