જેતપુરમાં જન્માષ્ટમીના મેળામાં ચગડોળમાં બેઠેલી યુવતીનું હાર્ટ એટેક આવતા કરુણ મોત.,બે પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થયા.

જેતપુર(JETPUR):રાજ્યભરમાં મોતના સમાચાર ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ વધુ એક મોતના સમાચાર  સામે આવ્યા છે,ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવ ખુબ જ વધી રહ્યા છે,હાલમાં બનેલો વધુ એક એવો જ કિસ્સો જેતપુરમાંથી સામે આવી રહ્યો છે. આ ઘટનામાં જન્માષ્ટમીના મેળામાં ચગડોળમાં બેઠેલી યુવતીને હાર્ટ એટેક આવ્યો હતો.

મળતી માહિતી મુજબ,અંજના નામની યુવતીની સગાઇ હજુ થોડા દિવસ પેલા જ થઇ હતી,તે જન્માષ્ટમીના મેળામાં સસરા પક્ષ તરફ થી ગઈ હતી,મેળામાં અંજના ચકડોળમાં બેઠી હતી,ત્યાં અચાનક જ અંજના બેભાન થઇ ગઈ હતી,આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને યુવતીને બેભાન સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવતીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી.

અંજનાનું પૂરું નામ અંજનાબેન ભુપતભાઈ ગોંડલીયા હતું અને તેની ઉંમર માત્ર  20 વર્ષની હતી.અંજના જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગળથ બરવાળા ગામની હતી. અંજના જેતપુરમાં જન્માષ્ટમીના મેળામાં ગઈ હતી.

અંજનાના મોતના સમાચાર થી બંને પરિવારમાં ખુબ જ માતમ છવાઈ ગયો હતો.5