સુરતમાં પત્ની સાથે શાકભાજી લેવા ગયેલો યુવકને સાપ કરડ્યો; ત્રણ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરત(surat):રાજ્યભરમાં મોતના કિસ્સા ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ વધુ એક સુરતમાંથી મોતનો કિસ્સો સામે આવ્યો છે,સુરતમાં સાપ કરડતા એક 27 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. પત્ની સાથે શાકભાજી લેવા ગયેલો યુવક શૌચ માટે ઝાડીમાં ગયો હતો. દરમિયાન સાપે કરડી લેતાં હોસ્પિટલ સારવાર માટે લઇ જતા મોત થયું હતું.

મળતી માહિતી મુજબ,પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશ નગરમાં મૂળ ઉત્તપ્રદેશનો 27 વર્ષીય મોહમદ કલીમ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા, પત્ની અને ત્રણ દીકરીઓ છે. કલિમ પાંડેસરામાં જ આવેલી ડાયિંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

કાલે જ ડિંડોલી ખાતે પત્ની સાથે શાકભાજી લેવા ગયો હતો.,શાકભાજી લેવા જતા સમયે રસ્તામાં કલીમને શૌચ લાગતા પત્નીને રસ્તા પર બેસાડી કલીમ ઝાડી ઝાંખરામાં શૌચ માટે ગયો હતો. જ્યાં સાપ પગમાં વીંટળાઇ ગયો હતો અને કરડી ગયો હતો. ત્યાંથી બહાર નીકળી પત્ની પાસે પહોંચતા બેભાન થઈ ગયો હતો.

ત્યાંથી તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો,ત્યાં ટુકી સારવાર બાદ મૃત જાહેર કરવામાં આવ્યો હતો.મોતના સમાચારથી પરિવાર પર આભ તૂટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી,3 સંતાનોએ પરિવારમાં પિતાની છત્રછાયા ગુમાવી,તેથી પરિવારના લોકોએ ખુબ જ આક્રંદ મચાવ્યો હતો.