ભાવનગરમાં નિષ્કલંક મહાદેવના દર્શન કરીને ઘરે જતા પતિ-પત્ની રસ્તામાં અકસ્માત નડતા દર્દનાક મોત

ભાવનગર(BHAVANAGAR):રાજ્યભરમાં અકસ્માતની ઘટનાઓ ખુબ જ બની રહી છે,વાહન ચલાવવાની ઉતાવળ અને બેદરકારીને લીધે અકસ્માતની ઘટના ખુબ જ બની રહી છે,હાલ ભાવનગરમાંથી અકસ્માતનો બનાવ સામે આવ્યો છે,આ ઘટનામાં મહાદેવના દર્શન કરીને ઘરે જતા પતિ-પત્નીને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. અકસ્માત અટલો ભયંકર હતો કે પતિ-પત્નીનું એક સાથે કરુણ મોત થયું હતું.

મળતી માહિતી મુજબ,ભાવનગરમાં રહેતા પતિ-પત્ની કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને પતિ-પત્ની બપોરના સમયે બાઈક પર ઘર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક કાર ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી.

અકસ્માત એટલો ભયંકર હતો કે મહિલાનું તો ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું,જયારે મહિલાના પતિને આજુબાજુના લોકો સર ટી હોસ્પિટલ લઇ ગયા હતા,જ્યાં તેમનું પણ ટુકી સારવાર બાદ મોત થયું હતું,આ પતિ પત્ની ભાવનગરના કબીર આશ્રમ નજીક રહેતા હતા.મનોજભાઈ જેંતીલાલ ડોડીયા  અને તેમની પત્નીનું નામ  વીણાબેન મનોજભાઈ ડોડીયા હતું.

એ સાથે બંને ના મોત થવાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.