રાજકોટમાં પ્રેમી સાથે લગ્ન કરવાની ના આવતા યુવતી પ્રેમી સાથે વીડિઓ કોલમાં વાત કરતા કરતા જીવતી સળગી મોતને વ્હાલું કર્યું.

રાજકોટ(Rajkot):રાજ્યભરમાં પ્રેમ પ્રકરણને લઈને ખુબ જ ચોકાવનારા કિસ્સા સામે આવતા હોય છે,હાલમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે રાજકોટથી,મળતી માહિતી મુજબ યુવતીને ઘરેથી પ્રેમી સાથે લગ્ન કરવાની ના કહેતા અગ્નિ સ્નાન કર્યું હતું.

મળતી માહિતી મુજબ, વિજયપ્‍લોટમાં રહેતી 22 વર્ષની  સોનલ ઉમેશભાઇ અબસાણિયા નામની યુવતીએ બુધવારે સવારે શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી.,ત્રણ દિવસની સારવારને અંતે આજે ચોથા દિવસે વહેલી સવારે સોનલનું મોત થયું હતું.

સોનલના કાકા વિજયભાઈ બચુભાઈ અબસાણીયાએ પોલીસને જણાવ્‍યું હતું કે, સોનલે થોડા સમય પહેલા જ કોલેજનો અભ્‍યાસ પૂરો કર્યો હતો. સોનલ બે મહિનાની હતી ત્‍યારથી મારી સાથે જ રહેતી હતી. તેણીના પિતા ઉમેશભાઈ મોરબી રોડ વેલનાથપરામાં રહે છે. ઉમેશભાઈની સોનલ આગલા ઘરની દીકરી છે. તેને બીજા લગ્નથી બે દીકરા છે.

પોલીસને કાકાએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે,સોનલને છ મહિના પહેલા સોશિયલ મીડિયા મારફત સોમનાથ તરફ રહેતાં યુવાન સાથે પરિચય થયો હતો અને બાદમાં બંને વચ્‍ચે પ્રેમ થઈ ગયો હતો. તેણીએ પોતે આ યુવાન સાથે લગ્ન કરવા ઇચ્‍છે છે તેવું કહેતાં મેં અને તેના પિતાએ હા પાડી હતી. યુવાન પણ લગ્ન માટે રાજી હતો. પરંતુ કોઈ કારણોસર આ યુવાનના પિતા લગ્ન માટે રાજી ન હતા.

બુધવારે સવારે તે સળગી ત્‍યારે એ યુવાન સાથે વીડિયો કોલ ચાલુ જ હતો. વાત કરતાં કરતાં જ તેણીએ આ પગલું ભરી લીધાનું વિજયભાઈએ પોલીસને જણાવ્‍યું હતું.