મોરબીના એડવોકેટ ભુપેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટેક આવતા કરુણ મોત,પરિવારમાં માતમ છવાયો.

રાજ્યભરમાં આપઘાતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ મોરબીથી એક  બનાવ સામે આવી રહ્યો છે,મોરબીના યુવા એડવોકેટ ભુપેન્દ્રસિંહ જાડેજાનુ આજરોજ વહેલી સવારે હાર્ટ એટેક આવવાના કારણે કરુણ મોત થયું છે.,પરિવારમાં ખુબ જ માતમ છવાયો છે.

મળતી માહિતી અનુસાર,મૂળ ટંકોરા તાલુકાના ધુનડા સ્ટેટ પરિવારના અને છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના રવાપર રોડ ઉપર આવેલ દાઉદી પ્લોટ શેરી નંબર-4 માં રહેતા એડવોકેટ ભુપેન્દ્રસિંહ દેવીસિંહ જાડેજાનુ 49 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવવાના કારણે દુઃખદ નિધન થયું છે.

વહેલી સવારે જ આવો બનાવ બનતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું,વકીલ વિભાગમાં પણ માતમ છવાયો હતો,ભુપેન્દ્ર સિંહ ના મોતથી બે બાળકોએ પિતાની છ્ત્રછાયા ગુમાવી છે.