ભાવનગરમાં હીરાના કારખાનામાં હીરા ઘસી રહેલા રત્નકલાકારનું હાર્ટ એટેક આવતા કરુણ મોત…

ભાવનગર(Bhavanagar):રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલમાં ભાવનગરમાંથી વધુ એક હાર્ટ એટેકનો બનાવ સામે આવ્યો છે,ઘટનામાં ગરીબ પરિવારના જુવાનજોધ દીકરાનું હૃદય બેસી જવાના કારણે કરુણ મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામેલા યુવકનું નામ ગોરધન બુધાભાઈ સોલંકી હતું અને તેની ઉંમર 32 વર્ષની હતી. ગોરધન ભાવનગર શહેરની નજીક આવેલ તરસમિયા ગામે રહેતો હતો અને ઘોઘા રોડ પર શિવાજી સર્કલ પાસે આવેલા એક હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરતો હતો.

આ ઘટના બની તે દિવસે ગોરધન કારખાને પહોચીને તેનુ રોજનું કામ કરતો હતો,અચાનક જ તે બેભાન થઈને ત્યાં જ ઢળી પડ્યો હતો,કામ કરતા અન્ય કારીગરો ત્યાં પહોંચ્યા હતા અને ગોરધનને ઉપાડીને તાત્કાલિક  ધોરણે ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

હોસ્પિટલ લઇ જતા જ હાજર તબીબે ગોરધનને મૃત જાહેર કર્યો હતો,ગોરધનના મોતના સમાચારથી ઘર પર પહાડ ભાગી પડ્યો હતો,ઘરનો આર્થિક સહારો એક ગોરધન જ હતો,તેથી પરિવારમાં ખુબ જ માતમ છવાયો હતો.