નવસારીમાં 1 વર્ષની બાળકી પાણીની ડોલમાં પડી જતા મોત,માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો.

નવસારી(Navsari):નાના બળકોને લઈને આજ કાલ ખુબ જ ધ્યાન રાખવું પડતું હોય છે,જો થોડી ઘણી પણ બેદરકારી રાખીએ તો પછી જીવનભર પસ્તાવાનો વારો આવે છે,એવી જ એક ઘટના નવસારીમાં સામે આવી છે.નવસારી શહેરમાં રહેતા એક પરિવારને એક ફૂલ જેવી માસુમ દિકરી ઘરમાં પાણીની ડોલમાં ડૂબી ગઈ હતી.

મળતી માહિતી મુજબ,નવસારી શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલ નીલકર એપાર્ટમેન્ટમાં રહેતા પ્રેમ તમકતા નામના યુવાન પોતાના પરિવાર સાથે રહે છે. તેના પરિવારમાં તેની પત્ની અને એક એક વર્ષની બાળકી છે.

માતા ઘરકામ કરવામાં વ્યસ્ત હતી અને વોચમેન પિતા સુતા હતા તે દરમિયાન એક વર્ષની બાળકી રમતા રમતા પાણીના ડોલમાં પડી ગઈ હતી. પાણી ભરેલી ડોલમાં પડતા બાળકી રડવા લાગી હતી. બાળકીના રડવાનો અવાજ સાંભળી પિતાએ બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા. બીજી બાજુ દીકરીને ડોલમાં જોતા લોકોના હોશ ઉડી ગયા હતા.

બાળકીને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી,પરંતુ ત્યાં ટુકી સારવાર માં માસુમ દીકરીનું મોત થયું હતું.લાડલી માસુમ દીકરીનું મોત થતા પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો.