સુરતમાં બે બાળકોની માતાએ એસિડ પીને સુસાઈડ કરી લીધું…બે બાળકોએ ગુમાવી માતાની છત્રછાયા.

સુરત(Surat):રાજ્યભરમાં આપઘાતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલમાં જ વધુ એક ઘટના આપઘાતની સામે આવી છે,આ ઘટનામાં સુરત SMCમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતી મહિલાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

મળતી માહિતી અનુસાર,આપઘાત કરનાર મહિલા નું નામ સંગીતાબેન સંગાડા હતું અને તેમની ઉંમર 32 વર્ષની હતી.સંગીતાબેન સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા હતા અને તેઓ સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. જાણવા મળી રહ્યું છે કે સંગીતાબેને અચાનક જ એસિડ પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો.

તેઓ છેલ્લા 14 વર્ષથી એસએમસીમાં સફાઈ કર્મચારી કે ફરજ બજાવતા હતા,તાત્કલિક સંગીતાબેનને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા,ત્યાં ફરજ પરના તબીબે સંગીતાબેનને મૃત જાહેર કર્યા હતા.સંગીતાબેનના મોતના સમાચારથી પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો.સંગીતાબેને શા માટે આવું પગલું ભર્યું એ જાણી શકાયું નથી.