સુરતમાં 7 મહિનાની માસૂમના હાથમાં ચવાયેલી ગરોળી જોતાં માતાના હોશ ઊડી ગયા,માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો.

સુરત(surat):ઘણી વાર બાળકોને લઈને ખુબ જ ચોકાવનારા કિસ્સો સામે આવતા હોય છે,હાલમાં જ વધુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં,સુરતના કડોદરા વિસ્તારમાં રમતાં રમતાં 7 મહિનાની બાળકી ગરોળી ચાવી ગઈ હતી,બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા અભિષેકસિંહની 7 મહિનાની દીકરી નિતારા ઘરમાં એકલી રમી રહી હતી. તે દરમિયાન તેમની બાજુમાંથી એક ગરોળી પસાર થતી હતી. બાળકીએ રમતાં રમતાં આ ગરોળીને પકડી લીધી અને સીધી પોતાના મોમાં મૂકી ગરોળીને ચાવી લીધી હતી.

બાળકીની માતા બાળકીના હાથમાં ચવાયેલી ગરોળી જોતાં માતાના હોશ ઊડી ગયા હતા. બાળકીને તાત્કાલિક જ નજીકના દવાખાને લઈ ગઈ હતી. હાલ બાળકીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની તબિયત સ્થિર છે.

નાના બાળકોને પુરતી સમજણ ન હોવાથી ઘણી ભૂલો કરી બેસતા હોય છે,તેથી નાના બાળકોના માતા પિતાએ ખુબ જ સાવચેતી રાખવાની જરૂર છે.