સુરત શહેરના કતારગામમાં શૌચાલય જતી યુવતી પર પડોશીએ બળાત્કાર કર્યો, દુ્ષ્કર્મ આચરતો હતો ને અન્ય યુવતી જોઇ, પછી…..

સુરત (Surat ):સુરતના કતારગામમાં એક સગીરાને પાડોશી યુવકે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે તેને પાડોશમાં રહેતી અન્ય એક યુવતી જોઇ ગઇ હતી.મળતી જાણકારી મુજબ ,બડાગણેશ મંદિરની પાછળના ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારની 19 વર્ષિય યુવતી ધાગાકટીંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

ઘરમાં શૌચાલય નહીં હોવાથી આ યુવતી સવારે શૌચ કરવા નજીકમાં સુલભ શૌચાલયમાં જતી હતી. શૌચાલય જ્યાં આવ્યું છે તે ગલીમાં રહેતા શ્રીમંત કામેશ્વર બિસ્વાલે આઠ દિવસ પહેલા પોતાના મિત્રની ઝૂંપડીમાં યુવતીનો હાથ પકડીને ખેંચી લીધી હતી અને બળાત્કાર ગુજાર્યો હતો.

ત્યારબાદ આ શ્રીમંતે યુવતીને ધમકાવીને તેણીને મારી નાંખવાની ધમકી આપી બ્લેકમેઇલીંગ શરૂ કર્યું હતું.પાડોશમાં રહેતા યુવકે આ યુવતીને દરરોજ સવારે હાથ પકડીને મિત્રના રૂમમાં ખેંચી જઇ ત્યાં બળાત્કાર ગુજારતો હતો.રવિવારના દિવસે સવારના સમયે યુવતીની બાજુમાં જ રહેતી અન્ય એક સગીરાએ આ સમગ્ર ઘટના પોતાની નજરે નીહાળી હતી અને તેણીએ બુમાબુમ કરી હતી.

યુવતીના પરિવાર તેમજ આજુબાજુમાં રહેતા બીજા લોકો પણ ભેગા થઇને શ્રીમંતની રૂમમાં ગયા ત્યારે તે ભાગી છૂટ્યો હતો અને ત્યાં ભોગબનનાર યુવતી મળી આવી હતી. તેણીની પુછપરછમાં શ્રીમંત છેલ્લા આઠ દિવસથી દરરોજ સવારે બળાત્કાર ગુજારતો હોવાનું બહાર આવ્યું હતું.  આ પછી આ મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે તપાસ હાથ ધરતાં, આરોપી યુવક ફરાર થઇ ગયો હતો.