લિવ-ઇન પાર્ટનરે પ્રેમિકા સહિત બે દીકરીને નદીમાં ધક્કો માર્યો: 13 વર્ષની દીકરીએ પ્લાસ્ટીકની પાઇપ પકડીને પોતાનો જીવ બચાવ્યો, માતા-પુત્રીનો હજી પણ લાપતા ..

આ બનાવની કહાની ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી છે .મળતી જાણકારી મુજબ , આંધ્રપ્રદેશના ગુંટુરમાં પુપ્પલા સુહાસિની નામની મહિલા રહેતી હતી. પતિ સાથે મતભેદને કારણે તે તેનાથી અલગ થઈ ગઈ હતી. 36 વર્ષીય મહિલા તેની પુત્રી કિર્થના ( ઉમર13) સાથે રહેતી હતી અને મજૂરીકામ કરતી હતી.

બે વર્ષ પહેલાં તે સુરેશને મળી હતી. બંને સાથે રહેવા લાગ્યા. સુહાસિની અને સુરેશને એક પુત્રી જર્સી (ઉમર 1) પણ છે.થોડા દિવસો પહેલાં સુહાસિની અને સુરેશ વચ્ચે અણબનાવ થયો હતો. સુરેશે સુહાસિની અને પુત્રીઓ કિર્થના, જર્સીને ખતમ કરવાનો નિર્ણય લીધો હતો.

 શનિવારે સાંજે તે તેમને ઘણી જગ્યાએ ફરવા લઈ ગયો. રવિવાર સવાર સુધી તેમની સાથે રહ્યો. સવારે 4 વાગ્યે સુરેશે રવુલાપાલેમના ગૌતમી ઓલ્ડ બ્રિજ પર કાર રોકી હતી. તેણે ત્રણેયને સેલ્ફી લેવા માટે કહ્યું અને દીવાલ સામે ઊભા કર્યા.આ પછી તેણે અચાનક ત્રણેયને નદીમાં ધકેલી દીધા.આ ઘટનામાં મહિલા અને તેની એક વર્ષની પુત્રી નદીમાં ગુમ થઈ ગયાં હતાં, જ્યારે 13 વર્ષની છોકરીએ પ્લાસ્ટિકની પાઇપ પકડીને પોતાનો જીવ બચાવ્યો હતો. માતા-પુત્રીનો પત્તો લાગ્યો નથી, જ્યારે સુરેશની ધરપકડ કરવામાં આવી છે.