પિતાએ પોતાના દીકરાને પબજી ગેમ રમવાની ના પાડી તો, દીકરાએ ગળાફાંસો ખાઈને જીવન ટુકાવ્યું.

રાજ્યમાં દિવસે ને દિવસે આપઘાતના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,લોકોની સહન શક્તિ ઘટી રહી છે. ખાસ કરીને યુવાનોમાં આપઘાતના બનાવ ખુબ જ વધી રહ્યા છે,હાલ વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે,જેમાં પિતાએ દીકરાને ગેમ રમવાની નાં પડતા દીકરાને લાગી આવતા દીકરાએ આપઘાત કરીને જીવન ટુકાવ્યું હતું.

મળતી માહિતી મુજબ,મૃતક દીકરાનું નામ ભાવેશ હતું,ભાવેશ શાપરમાં શીતળા મંદિર પાસે રહેતો હતો.ભાવેશને pubg ગેમ રમવાની લત લાગી ગઈ હતી.,ભાવેશ મોબાઇલમાં pubg ગેમ વધુ પડતી રમતો હતો એટલે તેના પિતાએ તેને ગેમ ઓછી રમવાનું અને અભ્યાસમાં ધ્યાન દેવા માટે ઠપકો આપ્યો હતો. આ વાતનું ભાવેશને માઠું લાગ્યું હતું અને તેને ગળાફાંસો ખાઈને જીવનનો અંત લાવી દીધો હોવાનું બહાર આવી રહ્યું છે.

ઘટનાની જાણ થતા પરિવારના સભ્યો તાત્કાલિક ભાવેશને સાપરની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને એત્રીની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ભાવેશની સારવાર થાય તે પહેલા તો તેનું કરુણ મોત થયું હતું.

ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ દોડી આવ્યા હતા,અને ભાવેશના મૃતદેહને તાત્કાલિક પીએમ માટે લઇ જવામાં આવ્યો હતો,ભાવેશના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.