સુરતમાં માતા-પિતા માટે બન્યો લાલબત્તી સમાન કિસ્સો,7 વર્ષનું બાળક સિક્કો ગળી જતા 2 દિવસ પછી જાણ થતા થયું એવું કે જાણીને ચોકી જશો.

સુરત(surat):આજ કાલ રાજ્યભરમાં ખુબ જ અઘટિત બનાવ સામે આવતા હોય છે,સુરતમાં બાળકને લઈને માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે,સુરતના વરાછા વિસ્તારમાં રહેતા એક પરિવારનો સાત વર્ષીય બાળક બે રૂપિયાનો સિક્કો ગળી જતા પરિવાર દોડતું થઈ ગયું હતું.

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા  સંજુભાઈ લોન્ડ્રીના કામકાજ સાથે સંકળાયેલા છે. તેમનો 7 વર્ષિય દીકરો દેવાંશ ધોરણ એક માં અભ્યાસ કરે છે, જ્યારે તેની એક મોટી બહેન પણ છે. બે દિવસ પહેલા દેવાંશ ઘરે રમતા રમતા બે રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો.

બે દિવસ સુધી દેવાંશ ને કશું થયું ન હતું અને ઘરે જ રમતો હતો, પરંતુ અચાનક જ દેવાંશ ને ખુબ જ ઉલટીઓ થવા લાગી હતી.,તરત જ દેવાંશને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતોજ્યાં એક્સ-રે કરવામાં આવતા સિક્કો છાતીમાં ફસાઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. પરિવારની આર્થિક સ્થિતિ પણ સારી ન હોવાથી તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. દેવાંશને સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે સાથે લઈ જવામાં આવ્યો હતો.

સિવિલ હોસ્પિટલમાં ડોકટરે તાત્કાલિક સારવાર હાથ લીધી હતી,તબીબો દ્વારા બાળકની છાતીમાં ફસાયેલા સિક્કાને કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.