બીજી વખત ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્યું અમરેલી, તીવ્રતા મપાઈ 3.1

સમગ્ર વિશ્વમાં હાલમાં ભૂંકપના આંચકા નોંધાઈ રહ્યા છે. તાજેકરમાં તુર્કીયમાં ભૂકંપે મોટી તબાહી મચાવી છે. જે બાદ દેશમાં વિવિધ રાજ્યોમાં પણ ભૂંકપના આંચકા આવી રહ્યા છે. આ સાથે છેલ્લા કેટલાક સમયથી અમરેલી તેમજ સાવરકુંડલા વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે સવારના સમયમાં અમરેલીમાં ફરી ધરા ધ્રુજી ઉઠી હતી. આજે સવારે લગભગ 9.06 કલાકની આસપાસ અમરેલી પાસે ભૂકંપનો આંચકો આવતાં લોકો ફફડી ઉઠ્યા હતા. અને તરત ઘરની બહાર દોડી આવ્યા હતા.

મળતી માહિતી મુજબ આ વિસ્તારોના ગામડામાં ભૂકંપનો અનુભવ થયાની માહિતી નથી. આજે ફરી એક વાર અમરેલીમાં ભૂકંપના આચકાંએ લોકોના જીવ તાળવે ચોંટાડ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જ્યારે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિ.મી દૂર નોંધાયું છે. ગત 19 મી ફેબ્રુઆરીએ અમરેલીની ધરા ધ્રુજી ઊઠી હતી. અમરેલીમાં 19 મી ફેબ્રુઆરીએ સવારે 11.54 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8ની માપવામાં આવી હતી. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિલોમીટર દૂર નોંધાયું હતું. હજુ ગત 19 ફેબ્રુઆરીએ જ અમરેલીમાં ભૂકંપનો આંચકો નોંધાયો અનુભવાયો હતો. જે સવારે 11.51 કલાકે નોધાયો હતો.

જે બાદ આજે ફરી 3.1 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. જેથી લોકો ફફડી ઉઠ્યા હતા. અને તરત ઘરની બહાર દોડી આવ્યા હતા. રવિવારે સવારે આવેલા ભૂકંપ આંચકો મિતિયાળાની સાથે ખાંભા ગીર પંથકમાં પણ અનુભવાયો હતો. ખાંભા ગીરના ભાડ, નાનુંડી, નાના વિસાવદર, વાંકિયા ગામમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રવિવારે અમરેલી જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિ.મી દૂર નોંધાયું છે. જોકે, ભૂકંપની તીવ્રતા વધુ ન હોવાથી કોઇ જાનહાની કે નુકસાન થયું નહોતું.