શિક્ષકોની હાલત છૂટક મજૂરિયા જેવી …સરકારે કહ્યું એક ક્લાસ દીઠ 50 આપીશું બીજું બધુ ભૂલી જાઓ.. આમાં તમારું શું કેહવું છે ???

ગાંધીનગર (Gandhinagar ): કદાચ એવું બને કે આગામી દિવસોમાં કોઈ શિક્ષક બનવા તૈયાર ના થાય. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી શાળાઓમાં ચિત્ર અને સંગીતના શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. ગુજરાતની સરકારે શાળાઓમાં માનદવેતન સાથે સંગીત શિક્ષકની નિમણૂક કરવાનો  એક પરિપત્ર જાહેર કર્યો છે.

ગુજરાત સરકારના આ આદેશમાં ચિત્ર-સંગીતના શિક્ષકોને એક તાસના રૂપિયા 50 મહત્તમ આપવાના રહેશે.વધુમાં વધુ 6થી 8 તાસની કામગીરી સંગીત શિક્ષકને અપાશે. જેના કારણે ચિત્ર-સંગીતના શિક્ષકોને માસિક 9000 રૂપિયા સુધીનું મહત્તમ વેતન અપાશે. સરકારની જાહેરાતમાં ચિત્ર-સંગીતના શિક્ષકોની મહત્તમ 38 વર્ષ સુધીની ઉમર અને સંગીત વિશારદની ડિગ્રીને લાયકાત ગણાવી છે.

હાલમાં મજૂરી કરતો મજૂર પણ 9000 કરતાં પણ વધારે કમાય છે. આ શિક્ષકોને સરકાર વધુમાં વધુ 9000 પગાર આપવાની છે. શું કોઈ સંગીત વિશારદ 9000ના પગારમાં નોકરી આવશે એ સૌથી મોટો સવાલ છે.