સુરત: નોકરી માટે રચાયો ખૂની ખેલ, બની એકસાથે ત્રીપલ મર્ડરની ઘટના

સુરતના અમરોલી વિસ્તારમાં ચકચારી ઘટના આવી સામે, વેદાંત ટેક્સો નામના એમ્બ્રોઇડરીના કારખાનામાં મારામારીની ઘટના બની છે. કારખાનાના માલિકે કારીગરને કામ પરથી છુટ્ટો કરી દેતા કારીગરે મળતીયાઓને બોલાવી હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આ હુમલામા ત્રણ લોકોના મોત નિપજ્યા છે. તીક્ષ્ણ હથિયાર વડે કારખાના માલિક તેમજ તેમના પિતા પર હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મારામારીમાં વચ્ચે માલિકના મામા બચાવવા જતા તેઓ પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરતાં કારીગરને છૂટો કરી દેતાં તેણે મળતીયાઓને બોલાવીને ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

ચપ્પુ વડે કારખાના માલિક તેમજ તેમના પિતા પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ઘટના સ્થળે હાજર કારખાનાના માલિકના મામા બચાવવા વચ્ચે પડ્યાં હતાં. હુમલોખોરોએ તેમની પર પણ હુમલો કર્યો હતો. મારામારીની આ ઘટનામાં ઘાયલ ત્રણેય લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ત્રણેયના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાથે જ હુમલાખોર કારીગર અને તેના મળતીયાઓને પકડી પાડવા માટે પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ત્રણેયને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન ત્રણેયના મોત નિપજ્યા છે. ત્યારે મૃતકના પરિવારને મળવા ધારાસભ્ય વીનું મોરડીયા હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે પરિવારને મળી સાંત્વના પાઠવી હતી. સુરતના અમરોલી વિસ્તાર બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. વેદાંત ટેકસો નામના એમ્બ્રોઇડરી ના કારખાનામાં મારામારીની ઘટના સામે આવી છે. કારખાનાના માલિકે કારીગરને કામ પરથી છૂટા કરી દેતાં અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. માલિકે કારીગરને છૂટા કરી દેતાં કારીગરે તેના મળતીયાઓને બોલાવી હુમલો કર્યો હતો.