ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે એલોવેરા, જાણો તેના અનેક ફાયદા

એલોવેરાનો ઉપયોગ સ્કીન અને હેર કેર માટે તો તમે ક્યારેક કર્યો જ હશે પણ શુ તમને ખબર છે કે તેના જ્યુસનું સેવન કરવું પણ સ્વાસ્થ્ય માટે એટલું જ ફાયદાકારક છે. જો તેના ફાયદા પર નજર કરીએ તો તમને જણાશે કે એલોવેરા જ્યુસનું સેવન ઘણી બધી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એલોવેરા જ્યુસમાં સ્વાદ અનુસાર સિંધવ નમક અને લીંબુ ઉમેરી શકાય છે. આ ઉપરાંત લોટમાં એલોવેરા જ્યુસ એડ કરીને પણ રોટલી બનાવીને તેનું સેવન કરી શકાય છે.

download

એલોવેરા જ્યુસનું સેવન કરવાથી શુ ફાયદા થાય છે અને કેવી રીતે તેનો ડાયેટમાં સમાવેશ કરવો તે જાણો આ આર્ટીકલમાં. ઔષધીય ગુણો ધરાવતા એલોવેરામાં એન્ટી-ઇનફ્લેમેટરી ગુણોની સાથે કેટલાક એન્ટી-ઓક્સીડન્ટ પણ હોય છે. એન્ટી-ઓક્સીડન્ટ શરીરને ફ્રી રેડિકલ્સથી થતા ડેમેજથી બચાવે છે. એની સાથે જ ક્રોનિક ઓક્સીડેટીવ સ્ટ્રેસને ઓછું કરવા માટે પણ એન્ટી-ઓક્સીડન્ટ ગુણકારી છે જે હાર્ટને સ્વસ્થ રાખે છે, અને એથી જ એલોવેરા જ્યુસનું સેવન સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે. ડાયાબિટીઝ જયારે બોર્ડર લાઈન પર હોય ત્યારે એલોવેરા જ્યુસનું સેવન કરવાથી બ્લડ સુગર ઓછું થતું જોવા મળે છે. જો કે, એલોવેરા જ્યુસના સેવન પહેલ એકવાર તબીબી સલાહ લેવી અનિવાર્ય છે.

ALOEVERA 2 1024x683 1

પાચનને લઈને જો તમને પણ તકલીફ રહેતી હોય તો એલોવેરા જ્યુસ તેમાં ખુબ અસરદાર છે. એસીડીટી અને ગેસની તકલીફમાં આ જ્યુસનું સેવન કરવું જોઈએ અને વધતા વજનને અટકાવવા માટે પણ આ જ્યુસનું સેવન ફાયદાકારક નીવડે છે. એલોવેરા જ્યુસનું સેવન શરીરમાં રહેલી અશુદ્ધિઓને દુર કરે છે. અને શરીરની અંદરથી સફાઈ કરે છે.

આપણે જે કઈપણ ખાઈએ છે તેની સીધી અસર આપણી ત્વચા અને વાળ ઉપર થતી હોય છે. એવામાં એલોવેરા જ્યુસનું સેવન માત્ર શરીરની અંદરની અશુદ્ધિઓને દુર કરે જ છે પણ સાથે તેની સારી અસર બહાર પણ જોવા મળે છે. એલોવેરા જ્યુસના રેગ્યુલર સેવનથી સ્કીન પર રહેલા દાગ ધબ્બા દુર થાય છે અને વાળ પણ મુલાયમ અને ચમકદાર બને છે.

એલોવેરા બટર વાળ માટે ખૂબ ફાયદાકારક છે. હેરપર એલોવેરા બટર માસ્ક લગાવો. 15 થી 20 મિનિટ સુધી વાળમાં એલોવેરા બટર લગાવી રાખો તે પછી વાળ ધોઈ લો. ત્વચા માટે એલોવેરા બટર: ગ્લોઈંગ અને યુવાન ત્વચા માટે એલોવેરા બટર ખૂબ ફાયદાકારક છે. એલોવેરા બટરનો ઉપયોગ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા માટે કરવામાં આવે છે. સ્ટેન અને ફાઇન લાઈન ઘટાડવા માટે એલોવેરા બટરનો ઉપયોગ કરો.