પિતાના ઘરે ચોરી કરી વિધર્મી પ્રેમી સાથે મહિલા કોન્સ્ટેબલ ભાગી ગઈ,પોલીસ જ ચોર બની,જાણો ઘટના.

કહેવાય છે કે દીકરી તો સાક્ષાત લક્ષ્મીનું સ્વરુપ ગણાય છે,પરંતુ અમુક દીકરીઓ આજકાલ એવા કામ કરે છે,જેનાથી માં બાપ ને નીચું જોવા જેવું થાય છે.એવીં જ એક ઘટના ડીસામાં સામે આવી છે.થોડા સમય અગાઉ ,વિદેશ જાઉં છું, તેમ કહીને ડભોઈથી ભાગી ગયેલી અને બાદમાં પકડાઈ જતા મહિલા કોન્સ્ટેબલને ડીસાના થેરવાડા ગામે રહેતા તેના પિતા વતનમાં લઈ આવ્યા હતા.

થોડા દિવસ પછી પિતાના ઘરેથી રોકડ અને દાગીના ચોરીને વિધર્મી પ્રેમી સાથે ફરીથી ભાગી ગયાની ઘટના સામે આવી છે. થેરવાડા ગામમાં ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ઈશ્વરભાઈ ચૌધરીની દીકરી ડભોઇ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તે  16 જાન્યુ.’23 ના રોજ ગુમ થઈ ગઈ હતી.

જેમાં વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના અભિપુરા ગામનો સદ્દામ સિકંદર ગરાસીયા સાથે ભાગી ગઈ હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે તેને શોધી અને બાદમાં તેમના પરિવારજનોને સોંપી હતી.

1 માર્ચ ’23 ના રોજ વહેલી સવારે મણીબેન ઘરમાં જોવા ના મળતા ડીસા તાલુકા પોલીસ મથકમાં ગુમ થયાની તેના પિતાએ જાણ કરી હતી. જો કે એક માસ બાદ ઘરમાં રૂપિયાની જરૂર પડતા તિજોરીના લોકરમાં રાખેલા રૂપિયા 12,000 રોકડા અને રૂપિયા 25,000ની કિંમતની સોનાની બુટી જોવા મળી ન હતી.

જ્યારે આ તિજોરીનીના લોકરની ચાવી પણ મણીબેન પાસે રહેતી હતી, એટલે તે ઘરમાંથી કુલ રૂ. 37 હજારની ચોરી કરીને ફરીથી સદ્દામ સિકંદર ગરાસિયા સાથે ભાગી ગઈ હતી.

ઈશ્વરભાઈએ તેમની દીકરી વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.