જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈને જીવનનો અંત લાવી દીધો.

આજ કાલ  આપઘાતના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,લોકોની સહન શક્તિમાં ખુબ જ ઘટાડો થઇ રહ્યો છે,હાલ જેતપુરમાંથી આપઘાતનો કિસ્સો સામે આવી રહ્યો છે.,આ ઘટનામાં જેતપુર પોલીસ ક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું છે. મૃત્યુ પામેલી મહિલા કોન્સ્ટેબલ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતી હતી.

મળતી માહિતી અનુસાર, મહિલા કોન્સ્ટેબલ નું નામ દયાબેન શંભુભાઈ સરિયા હતું.,દયાબેનએ પોલીસ લાઈનમાં આવેલા પોતાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સુસાઇડ કરનાર મહિલા કોન્સ્ટેબલ દયાબેન જસદણના શિવરાજપુરાના વતની હતા. તેઓ છેલ્લા બે વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.

દયાબેને કયા કારણોસર આવું પગલું ભર્યું એ જાણી શકાયું નથી,ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીની ટીમ ઘટના સ્થળે આવી પહોચી હતી,મૃતદેહને તાત્કાલિક ધોરણે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.દયાબેનનું આવું અચાનક પગલું ભરવાથી પોલીસ વિભાગ તેમજ દયાબેનના પરિવારમાં માતમ છવાય ગયો હતો.