સુરતમાં ગેસ સિલિન્ડર જોડવા જતાં આગ ફાટી,સારવાર દરમિયાન મહિલાનું મોત, એક ગંભીર.,ગેસ કંપની વિરુદ્ધ પરિવારના આક્ષેપ.

સુરત(surat):રાજ્યભરમાં મોતના સમાચાર ખુબ જ વધી રહ્યા છે,હાલ વધુ એક સુરતમાંથી બનાવ સામે આવ્યો છે.જેમ સીલીન્ડરમાં આગ ફાટતા મહિલાનું મોત થયેલ છે.,સુરતના માંડવીમાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ આગ લાગતાં મહિલા સહિત  બીજા બે દાઝી ગયા હતા. ઘરે મહેમાન આવ્યા હતા, જે ગયા બાદ ગેસ સિલિન્ડર જોડવા જતાં વાલ લીકેજ હોવાથી આગ લાગી હતી. બંને દાઝેલાને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું.

માંડવીમાં બેડી ફળિયામાં 45 વર્ષીય હંસાબેન ધનસુખભાઈ ચૌધરી પરિવાર સાથે રહેતા હતા. ગત રોજ ગેસ કંપનીમાં બુક કરાવેલો સિલિન્ડર ઘરે આવ્યો હતો. જે જૂનો અને ખૂબ જ ખરાબ હાલતમાં હતો.,ઘરે મહેમાન આવ્યા હતા, બુક કરાવેલો ગેસ સિલિન્ડર આવ્યો હતો.

જોકે મહેમાનોએ ચા પીવાની ના પાડી હતી. જેથી ત્યારે ગેસ સિલિન્ડર જોડ્યો ન હતો. મહેમાન ગયા બાદ સિલિન્ડર જોડવા જતાં સિલ ખોલ્યું ત્યારે લીકેજ હતું,સિલિન્ડરનું સિલ બંધ કરવા પ્રયાસ પણ કર્યો હતો. જોકે બંધ ન થયું ને જોતજોતામાં તો આગ લાગી ગઈ હતી. જેમાં હંસાબેન અને તેના ફોઈનો દીકરો પ્રકાશભાઈ દાઝી ગયા હતા.

100 ટકા દાઝી ગયેલા હંસાબેનનું ટુંકી સારવારમાં મોત થયું હતું. જ્યારે પ્રકાશની હાલત ગંભીર છે.,હંસાબેનની દીકરી પારુલે  આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગેસ કંપની દ્વારા જૂનું સિલિન્ડર અપાયું હતું. તેનો વાલ્વ લીકેજ હતો. સિલિન્ડર લાવ્યા બાદ થોડીવારમાં જ આ ઘટના બની હતી. ગેસ કંપનીની બેદરકારીથી મોત થયું હોવાથી પરિવારે ન્યાયની માગ કરી હતી. ઘરે મહેમાન હતા ત્યારે ઘટના બની હોત તો મોટી દુર્ઘટના બનવાની શક્યતા હતી.