સુરતના યુવકે પ્રેમ સંબંધમાં અમરેલીની એક પરિણીતાનો જીવ લઈ લીધો… ઘટના જાણીને ધ્રુજી જશો.

અમરેલી(Amareli):હત્યાના બનાવ રાજ્યભરમાં ખુબ જ બની રહ્યા છે,હાલ અમરેલીમાંથી વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે,જરાતના અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામમાં પ્રેમ સંબંધમાં એક પ્રેમીએ એક પરણીતાનો જીવ લઇ લીધો છે.

પરણીતાના પ્રેમ સંબંધની જાણ પરિવારમાં  થઇ ગઈ હતી,તેથી પરિવારના સભ્યોએ પરિણીતાના પતિને ખુબ જ ઠપકો આપ્યો હતો ,પરિણીતાના પતિએ તેની પત્નીને ખુબ જ ઠપકો આપીને તેના પ્રેમીને ઠપકો આપ્યો હતો, આ બાબતનો ખાર રાખીને આરોપી પ્રેમી ભાવેશ દાફડાએ “તે મારી સાથે સંબંધ કેમ પૂરો કરી નાખ્યો તેમ કહીને” પરણીતા પર તૂટી પડ્યો હતો.

મળતી માહિતી મુજબ,પરણીતાના પ્રેમ સંબંધની જાણ થયા બાદ તેના  સાસરાવાળા પરિવારના સભ્યો પ્રેમી યુવકના ઘરે સુરત આવ્યા હતા. આ દરમિયાન પ્રેમી યુવક ઘરે હાજર ન હતો. જેથી પરણીતાના પરિવારજનોએ પ્રેમી યુવકના પિતાને  ખુબ જ ઠપકો આપ્યો હતો.,કહ્યું હતું કે, તમારા છોકરાને કહી દેજો કે, હવે સંબંધ રાખે નહીં.

વાતની જાણ આરોપી ભાવેશ ને થતા જ તે ખૂબ જ ગુસ્સામાં ભરાઈ ગયો હતો. ત્યારબાદ આરોપી ભાવેશ સુરતથી મોટા સમઢીયાળા આવી ગયો હતો. અહીં આવીને ગુસ્સામાં ભરાયેલા ભાવેશે પરણીતા પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઇ લીધો હતો.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને ભાવેશને તરત જ પકડી લીધો હતો અને આગળની કાર્યવાહી ચાલુ કરી હતી.