અમદાવાદમાં સિગરેટ ન સળગાવતાં મોત મળ્યું,જૂની અદાવતનાં કારણે અજાણ્યા શખ્સોએ નિર્દોષ ભાઈઓને છરીનાં ઘા માર્યા.

અમદાવાદ(Amadavad):હાલ વધુ ને વધુ રાજ્યભરમાં મારામારીને લીધે હત્યાના કેસમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,અમદાવાદ માં હાલ વધુ એક કિસ્સો હત્યાનો સામે આવ્યો છે,બહેરામપુરામાં યુવક અને બે સગા ભાઈઓ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ત્યારે જૂના ઝઘડાની અદાવત તેમજ શખ્સોને સિગારેટ પીવા માટે માચીસ ન આપતા તેની અદાવત રાખીને બે શખ્સોએ બંને ભાઈઓ પર છરી વડે હુમલો કરીને એક ભાઈને મોતને ઘાટ ઉતાર્યો હતો.

મળતી માહિતી મુજબ બહેરામપુરામાં આવેલા વસંત રજબ ક્વાટર્સમાં રહેતો 21 વર્ષીય વિશાલ પરમાર તેના મિત્રો સાથે રાત્રે ફરવા ગયો હતો. કાલે જ વિશાલને તેના મિત્રે ફોન કરીને જાણ કરી કે તેના ઘરની બહાર બે શખ્સો તેના ભાઈ હિમાંશુ જોડે મારામારી કરી રહ્યા છે. જેથી વિશાલ તાત્કાલિક ઘરે પહોંચતા ધર્મેશ ચુનારા અને મહેન્દ્ર ચુનારા નામના બંને શખ્સો ત્યાં ઉભા હતા અને હિમાંશુ સાથે ઝઘડો કરતા હતા.

વિશાલે ધર્મેશ અને મહેન્દ્રને કેમ ઝઘડો કરો છો તેમ પૂછતા અગાઉના ઝઘડાની અદાવત અને આજે સિગારેટ પીવા માટે માચીસ માગી ત્યારે ના આપી હિમાંશુ જેમ ફાવે તેમ બોલતો હતો., અદાવત રાખીને ધર્મેશ અને મહેન્દ્રએ બંને ભાઈઓને માર મારવાનું શરૂ કર્યુ હતુ. એકા-એક બન્ને આરોપીઓમાંથી એક આરોપી ધર્મેશે પોતાની પાસે રાખેલી છરી વડે બંને ભાઈઓ પર હુમલો કરતા લોહી લુહાણ થયા હતા.

બંને ઘાયલ ભાઈઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હિમાંશુનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.,પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.