અમદાવાદ (Amdavad ); શહેરોમાં એવા એવા બનાવો સામે આવે છે કે કોઈ પણ શરમાઈને નીચે જોઈ જાય ત્યારે અમદાવાદ માંથી આજે એક એવો જ બનાવ સામે આવ્યો છે . પાપ્ત વિગતો મુજબ દાણીલીમડા વિસ્તારમાં રહેતી એક યુવતીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પ્રકાશ ઉર્ફે ઘેટીયા અને તેના મિત્ર વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
યુવતીનો આરોપ છે કે, રવિવારના દિવસે સાંજના છ વાગ્યાની આસપાસ તે તેના ઘરેથી નીકળીને નજીકમાં આવેલ કરીયાણાની દુકાનમાં કરીયાણું લેવા માટે ગઇ હતી. જોકે, જ્યારે તે કરીયાણું લઇને ઘરે જઇ રહી હતી, ત્યાં બેતાલીસની ચાલીમાં રહેતો પ્રકાશ ઉર્ફે ઘેટીયો કરીયાણાની દુકાનની બાજુમાં તેનું પેન્ટ ઢીંચણ સુધી ઉતારી યુવતી ત્યાંથી પસાર થતાં તે એકદમ તેની સામે ઉભો રહી ગયો હતો.
જેથી યુવતીએ તેને કહ્યું હતું કે, તું કેમ મારી સામે આમ પેન્ટ ઉતારીને ઉભો છે. કાંઇ શરમ છે કે નહીં, તેમ કહેતા જ તે ઉશ્કેરાઇ ગયો હતો અને મનફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો.જોકે, યુવતીના ભાઇએ આ યુવકને આવી હરકતો નહીં કરવા કહીને ગાળો નહીં બોલવા માટે કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેને પણ લાફો મારી દીધો હતો.