દમણના યુવકે માં મોગલની માનતાથી કરી મોટી કંપની ચાલુ,માનતા પૂરી કરવા ૫૧૦૦૦ લઈને પહોચ્યો યુવક માં પાસે.

માં મોગલ કબરાવ ધામ ખાતે હાજર હજુર છે,માં મોગલ ભક્તોના કામ અવશ્ય પુરા કરે છે,માં મોગલ પર શ્રદ્ધા રાખવાથી બધા જ કામ પુરા થાય છે.,માં મોગલ તેના શરણે આવેલા ભક્તોને ક્યારેય ખાલી હાથે મોકલતા નથી.,માં મોગલે અનેક લોકોને પરચા આપ્યા છે.

હમણાં જ માં મોગલે એક યુવકને પરચો આપ્યો હતો,યુવક દમણથી હતો,યુવક મણિધર બાપુ પાસે પહોંચ્યો હતો અને તે દમણથી આવ્યો હતો. તેને મણીધર બાપુને 51 હજાર રૂપિયા આપ્યા અને કહ્યું કે તે પહેલી વખત કબરાઉ આવ્યો છે.  યુવકે જણાવ્યું કે તે ઘણા સમયથી પોતાની કંપની શરૂ કરવા ઈચ્છતો હતો. પરંતુ કોઈને કોઈ સમસ્યા આવી જતી હતી.

પરંતુ માતા મોગલ ની માનતા રાખ્યા પછી જ્યારે મહેનત કરી કે તરત જ યુવકને સફળતા મળતા જ તે માં મોગલના ધામે આવી પહોચ્યા હતા.કંપની શરૂ થઈ ગઈ અને તેને ફાયદો પણ થયો. કંપની થી થયેલા નફાના 51 હજાર રૂપિયા લઈને તે કબરાવ આવ્યો હતો. જોકે મણીધર બાપુએ તે રૂપિયા હાથમાં લઈને યુવકને પરત આપી દીધા. તેમણે કહ્યું કે માતા મોગલ એ તેની માનતા સ્વીકારી લીધી છે હવે આ રૂપિયા તેના ઘરની દીકરીઓને આપી દેજે.

વધુમાં મણીધર બાપુએ જણાવ્યું હતું કે માં રૂપિયાના નહિ  પરંતુ ભાવ ના ભુખ્યા છે.