મહિલાએ માતા મોગલની માનતા રાખ્યાના એક જ વર્ષમાં દીકરાનો થયો જન્મ,પ્રેમથી લખો જય માં મોગલ.

માં મોગલનું ધામ ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલું છે,માં મોગલના પરચા અપરંપાર છે.,માં દુઃખિયાના દુખ દુર કરે છે,માં મોગલ તેના શરણે આવેલા ભક્તોની મનની ઈચ્છા જરૂરથી પૂરી કરે છે,માં મોગલે ઘણા સંતાનહીન દંપતીને સંતાન સુખ આપ્યું છે.

મહિલા લગ્ન પછી સંતાન સુખ ઇચ્છતી હતી પરંતુ લગ્નના 11 વર્ષ થઈ ગયા છતાં પણ તેને સંતાન પ્રાપ્તિ થઈ નહીં.ત્યારે ની સંતાન દંપત્તિએ માતા મોગલ ની માનતા રાખી.

દંપતી સંતાન માટે અનેક દવાઓ કરાવી ચૂક્યું હતું છતાંય તેમને 11 વર્ષ સુધી સંતાન પ્રાપ્ત થયું નહીં. તેમણે માતા મોગલ પર શ્રદ્ધા રાખીને સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખી.,માતાનો પરચો દંપત્તિને  તરત જ મળ્યો.લગ્નના 11 વર્ષ પછી માતા મોગલ ની કૃપાથી યુવતીના ઘરે પારણું બંધાયું અને દીકરાનો જન્મ થયો.

દીકરાનો જન્મ થવાથી આખો પરિવાર ખુશ ખુશાલ થઇ ગયો,તેમનો દીકરો થોડો મોટો થતાની સાથે જ તેઓ કબરાઉ આવ્યા અને માતાજીના દર્શન કર્યા. અહીં તેમણે મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા. સાથે જ તેમણે ઈચ્છા વ્યક્ત કરી કે તેઓ મંદિરમાં ચાંદીનું છત્ર ચઢાવવા ઇચ્છે છે ત્યારે મણીધર બાપુએ કહ્યું કે માતાએ તેમની માનતા સ્વીકારી લીધી છે પરંતુ ચાંદીનું છત્ર તેમના કુળદેવીના મંદિરમાં ચડાવવામાં આવે.