રક્ષાબંધનના દિવસે બહેનો પાસે રાખડી બંધાવીને વાડીએ જઈને ભાઈએ સુસાઈડ કરી લીધું…

ગુજરાત(Gujarat):હાલમાં રાજ્યભરમાં આપઘાતના કિસ્સામાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ વધુ એક આપઘાતનો  કિસ્સો સામે આવી રહ્યો છે,ઘટનામાં જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળા ગામે રહેતા એક યુવકે અમુક કારણોસર વાડીએ જઈને ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનો અંત લાવ્યો  હતો.

મળતી માહિતી મુજબ,જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળા ગામે 23 વર્ષનો કેતન ખટાણા નામનો યુવક પોતાના પરિવાર સાથે રહેતો હતો. રક્ષાબંધનના દિવસે કેતન પોતાની બંને બહેનો પાસે રાખડી બંધાવીને વાડીએ ગયો હતો.

સાંજ થઈ ગઈ છતાં પણ કેતન ઘરે પાછો આવ્યો નહીં. એટલે ઘરના સભ્યો કેતનને બોલાવવા માટે વાડીએ પહોંચ્યા હતા. વાડીએ જઈને કેતનની શોધખોળ કરતા ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને ઘરના સભ્યોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

ઘટનાની માહિતી મળતા ગામના લોકો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ કેતનને નીચે ઉતારીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.,જ્યાં ફરજ પરના તબીબે કેતનને મૃત જાહેર કર્યો હતો,કેતાનનું આવું પગલું ભરવાનું કારણ હજુ સામે આવ્યું નથી,કેતનના આપઘાતથી પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થયો હતો,બંને બહેનોએ લાડકવાયો એકનો એક ભાઈ ગુમાવ્યો છે.