સુરતમાં કડિયા કામ કરતા યુવકને કરંટ લાગતા મોત, બે દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી,પરિવાર પર આભ તૂટી પડ્યું.

સુરત(surat):ઘણા પરિવારમાં અચાનક એવી ઘટના બનતી હોય છે,જેનાથી આખો પરિવાર વિખરાય જતો હોય છે,એવી જ એક ઘટના સુરત શહેરના કડિયા પરિવાર પર આવી પડી છે. કડિયા કામ કરતા યુવકને કરંટ લાગતા સ્થળે જ મોત થયું હતું. યુવકના મોતના પગલે બે દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

સુરતના પીપલોદ વિસ્તારમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી 27 વર્ષિય સુખરામ દેવકા પત્ની અને બે દીકરા સાથે રહેતો હતો. સુખરામ છેલ્લા આઠ વર્ષથી સુરતમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો.

સવારે સુખરામ કડિયા કામ કરવા ગયો હતો. આ દરમ્યાન કડિયા કામ કરતી વેળા જ કરંટ લાગ્યો હતો અને મોત થયું હતું.

કરંટ લાગતા સુખરામને પરિવારજનો અને સાથી મજૂરો સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

હાલ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે સુખરામના મોતના પગલે બે દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પત્નીને પણ ભારે આઘાત લાગ્યો છે.