સુરત ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ? વિદેશોથી આવતા ઓર્ડર ઓછા થયા,ડાયમંડ સિટીની ચમક ઝાંખી થઈ…

સુરત(surat):સુરત વધારે હીરાના વ્યાપાર સાથે સંકળાયેલો છે,શહેરને ડાયમંડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ આ ડાયમંડ સિટીની ચમક ઝાંખી થઈ હોય તેવું લાગી રહ્યું છે.

રશિયાની અલઝોરા કંપની પાસેથી ખરીદવામાં આવેલા રફ ડાયમંડ માંથી તૈયાર કરવામાં આવેલા હીરા હવે અમેરિકાના જ્વેલર્સો નહીં ખરીદે તેવું એલાન કરવામાં આવ્યું , તેના જ કારણે સુરતના હીરા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

સુરતમાં તૈયાર થતાં ડાયમંડની ડિમાન્ડ વિશ્વના ઘણા દેશોમાં ખૂબ જ વધારે છે.કારીગરો  જેમતેમ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેવામાં સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે.

રફ ડાયમંડને કટીંગ અને પોલીસિંગ કરીને તૈયાર કરવામાં આવે છે, અને ત્યારબાદ અમેરિકા સહિતના દેશોમાં આ ડાયમંડનું વેચાણ કરવામાં આવે છે. મહત્વની વાત છે કે, હાલ યુક્રેન અને રશિયા આ બે દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને રશિયાની અલઝોરા નામની કંપની વિશ્વને 29% જેટલા રફ ડાયમંડ પૂરા પાડે છે.

સુરતના હીરાના વેપારી પણ આ કંપની પાસેથી કાચા હીરાની ખરીદી કરે છે અને ત્યારબાદ કટીંગ અને પોલીસિંગ કરીને તૈયાર હીરાને અમેરિકા સહિતના દેશોના જ્વેલર્સને તેનું વેચાણ કરે છે.

હીરાને ખરીદવા પર અમેરિકા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેથી હીરા ઉદ્યોગ પર સંકટ આવ્યું હોય તેમ લાગે છે.