સુરત(surat):વરસાદને લીધે કરંટ લાગવાના બનાવ ખુબ જ બની રહ્યા છે,સુરતમાં હાલ વધુ એક કરંટ લાગવાનો બનાવ સામે આવ્યો છે,સુરતના સચીન GIDC ખાતેના ડાયમંડ પાર્કમાં આવેલા શ્રી કૃષ્ણ સ્ટીલ કંપનીમાં એક કર્મચારી સાથે કરંટ લાગવાની ઘટના બની હતી. કંપનીના 30 ફૂટ ઊંચા પતરાના શેડ ઉપર અંદરની સાઈડ પર લાઇટનું કામકાજ કરવા જતા કરંટ લાગ્યો હતો.
ત્યાંજ બેભાન થઇ ગયો હતો., બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી યુવકને 30 ફૂટ ઊંચા પતરા પરથી નીચે ઉતાર્યો હતો. બાદમાં 108ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.
સુરતના સચિન GIDCના કનકપુર ખાતે આવેલા વીર નર્મદ હાઈટ્સમાં રહેતા 30 વર્ષીય રામદાસ ચિત્તે વાયરીંગનું કામકાજ કરે છે.,જે હાલમાં રામદાસ સચિન GIDCમાં આવેલા ડાયમંડ પાર્ક ખાતે નવી બની રહેલી કૃષ્ણ સ્ટીલ કંપનીનું વાયરીંગનું કામ કરી રહ્યો હતો. રાત સુધી તેનું વાયરીંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે કંપનીના 30 ફૂટ ઊંચા પતરાના શેડની અંદરની બાજુ પર વાયરીંગનું કામ કરતા અચાનક તેને કરંટ લાગ્યો અને તે બેભાન થઈ ગયો,ત્યાર બાદ યુવકને 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.,ત્યાં તેને ટુકી સારવાર આપ્યા બાદ મોત નીપજ્યું હતું.
સચિન વિસ્તારમાં યુવક તેની પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો. પત્નીએ એક મહિના પહેલા જ બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. ત્યારે કરંટ લાગવાથી અચાનક મોતને પગલે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.