2 મહિનાથી અમેરિકામાં ગૂમ ભારતીય યુવતી, મળી એવી હાલતમાં કે જોઇને ધ્રુજી જશો.

હમણાં હમણાં વિદેશમાંથી ભારત માટે ખુબ જ માઠા સમાચાર અવાર નવાર આવી રહ્યા છે .આ બનાવમાં અમેરિકામાં MS નો અભ્યાસ કરવા માટે ગયેલી તેલંગણાની એક યુવતી ત્યાં ખુબ જ દયનીય હાલતમાં મળી છે.મહિલાનું નામ સૈયદા લુલુ મિન્હાજ ઝૈદી છે.

મળતી જાણકારી મુજબ , મહિલાનો સામાન ચોરાઈ ગયો, જેના પછી તે ડિપ્રેશનમાં આવી ગઈ. મહિલાની માતા સૈયદા વહાજ ફાતિમાએ વિદેશમંત્રી એસ. જયશંકરને પત્ર લખીને તેમની પુત્રીને પરત લાવવાની અપીલ કરી છે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના નેતા ખલીકુર રહેમાનના ટ્વિટર પેજ પર આ પત્ર શેર કરવામાં આવ્યો છે.

આ પત્રમાં મહિલાએ કહ્યું કે તેમની પુત્રી સૈયદા લુલુ મિન્હાઝ જૈદી ઓગસ્ટ 2021માં અમેરિકાના ડેટ્રોઈટમાં ટ્રાઈન યુનિવર્સિટીમાં MS નો અભ્યાસ કરવા માટે ગઈ હતી. છેલ્લા બે મહિનાથી તે મારા સંપર્કમાં નહતી અને હવે હૈદરાબાદના બે યુવકો દ્વારા મને ખબર પડી કે મારી પુત્રી ડિપ્રેશનમાં છે.તેની પાસે ખાવા-પીવા માટે કંઈ બચ્યું નથી, જેના કારણે તે ભૂખે મરવા મજબૂર છે. તે શિકાગોની શેરીઓમાં જોવા મળી હતી.

આ પછી મહિલાની માતાએ કહ્યું કે,  હું તમને બધાને અપીલ કરું છું કે મારી દીકરીને શોધવા અને તેને ભારત પરત લાવવામાં મને મદદ કરો.