બેટા લગ્ન પછી તું પહેલીવાર પિયરથી સાસરે જઈ રહી છો…. આમ ખાલી હાથે જઈશ તો ખૂબ જ બદનામી થશે, સુમિતા એ પૂજાને કહ્યું.

બેટા લગ્ન પછી તું પહેલીવાર પિયરથી સાસરે જઈ રહી છો…. આમ ખાલી હાથે જઈશ તો ખૂબ જ બદનામી થશે, સુમિતા એ પૂજાને કહ્યું.

પણ મા આપણા ઘરની હાલત એવી નથી કે હું બધા માટે ગિફ્ટ લઈ જઈ શકું…. ચિંતા ન કરો તમે જે ફળ અને મીઠાઈ આપ્યા છે તે બહુ જ છે પૂજા માં ને સમજાવતા બોલી.

સારું તો તને જમાઈ રાજા લેવા તો આવવાના છે ને? સુમિતાજીએ ધડકતા અવાજે પૂછ્યું.

હા મમ્મી કહ્યું તો છે કે ઘરેથી નીકળી ગયા છે, એટલું બોલીને પૂજા તેનો સામાન પેક કરતા કરતા નિકુંજની રાહ જોવા લાગી.

પૂજાના મગજમાં ખૂબ જ ઉથલ પથલ ચાલી રહી હતી…. થોડાક મહિના પહેલાની જ વાત છે…. પૂજાની જેઠાણી તેના પિયરથી તેના બીજા બાળકને લઈને આવી ત્યારે સુનંદાજીએ તેને સંભળાવવામાં કાંઈ બાકી રાખ્યું નહોતું….. સસરા રમાકાંત સુનંદાજી ને કેટલું સમજાવીને કહી રહ્યા હતા કે… કમાલની સ્ત્રી છો, તારે કઈ વસ્તુની ખામી છે કે તું વહુના પિયરથી વસ્તુની લાલચ રાખે છો, જો સુનંદા એ લોકોને જેટલી ત્રેવડ હતી એટલું એણે ખૂબ જ આપ્યું. હવે તું એક સોનાની ચેન ની પાછળ ના પડી જા.

સુનંદા ચુપ રહે એમાંથી નહોતી, બિચારી જેઠાણીને રોઈ રોઈને ખરાબ હાલત થઈ ગઈ હતી, મમ્મીને રોતી જોઈને પાંચ વર્ષની દીકરી અને ચાર મહિનાનો દીકરો પણ રડવા લાગ્યા હતા. નિકુંજ અને નિશાંત પણ મમ્મીને ચુપ રહેવાનું કહેતા હતા પણ મમ્મીનો ગુસ્સો જોઈને એ પણ ચૂપ રહી ગયા…. ત્યારે નિકુંજે ઈશારામાં પૂજાને કહ્યું કે ભાભી અને બાળકોને ત્યાંથી દૂર લઈને જતી રહે.

જેઠાણી મનીષા નું પિયર પણ પૂજાના પિયર ની બાજુમાં જ હતું. સુનંદા સમાજમાં બતાવતા હતા કે તેઓ ગરીબ ઘરની વહુ લાવ્યા છે પણ તે મનથી સ્વીકાર કરી નહોતા શકતા કે તેની વહુ ગરીબ છે. સ્વાભાવિક રીતે બંને પરિવાર વચ્ચે જમીન આસમાનનો ફેર હતો છતાં પણ સુનંદાજી ની ઉમ્મીદ ઓછી થતી નહોતી આ વાત લઈને રમાકાંત સુનંદાજી થી ખૂબ જ નારાજ થતા હતા, પણ સુનંદાજી રિસાઈને ખાવા પીવાનું છોડી દેતા હતા એટલે ઘર ના બધા જ તેની સામે હથિયાર હેઠાં મૂકી દેતા હતા.

પૂજા માટે પણ આ પહેલો મોકો હતો તે પણ સુનંદાજીની આ વાતથી નારાજ તો હતી જ.

ત્યારે જ કારના હોર્ન નો અવાજ સંભળાયો પૂજા જલ્દી બહાર ગઈ અને ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો. કારમાં જોયું તો નિકુંજ સાથે રમાકાંત પણ આવ્યા હતા.

પોતાને ડરતા ડરતા સંભાળીને પૂજાએ સસરાને પગે લાગીને અંદર આવવા માટે કહ્યું.

સુમિતાજી પણ વેવાઈને અચાનક જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આમ અચાનક તેનું આવવું સુમિતાજીને સમજાયું નહીં.

નિકુંજ ઘરની અંદર આવ્યો પણ તેની સાથે ખૂબ જ સામાન લઈને આવ્યો હતો.

વેવાઈ તમારી સાથે વાત કરવી હતી એટલે કહ્યા વગર જ આવી ગયો.. જો મારી વાત સાંભળીને મને ખોટો ના સમજતા જેમ નિકુંજ મારો દીકરો છે તેમ પૂજા મારી વહુ છે… મારા ઘરમાં એક હિટલર રહે છે ,જેનો ડર બધાને રહે છે, કહેવામાં તો તે મારી ધર્મપત્ની છે પણ શું કરું? તે જ્યારે માથા પર ચડી જાય છે તો જલ્દીથી ઉતરતી જ નથી, અને વાત જ્યારે એમ છે કે પૂજા તમારા ઘરેથી પહેલી વાર અમારા ઘરે આવે છે, તો તેની સાસુમા એની રાહમાં છે કે તે તેના પિયરથી શું શું સામાન લઈને આવે છે, પણ અમે તમારા ઘરની હાલત થી વાકેફ છીએ, પણ હું તમને એટલું કહું છું કે અમે અમારી સાથે જે સામાન લાવ્યા છીએ કે તમે પૂજાની સાથે પેક કરી દો, અમે તમારા હિસાબથી જ એ સામાન ખરીદ્યો છે એટલે તમે એને સ્વીકાર કરી લો, રમાકાંત એ કહ્યું.

પણ આ સામાન અમે કઈ રીતે લઈ શકીએ વેવાઈ….. મારા વિશે વિચાર્યું એ બહુ જ છે.. પણ અમે આનો સ્વીકાર નહીં કરી શકીએ.. સુમિતાજીએ હાથ જોડીને કહ્યું.

રમાકાંત બોલે એ પહેલા જ નિકુંજે સુમિતાજીને કહ્યું.. મમ્મી જી તમે બહુ વિચારો નહીં અમે બંને છીએ ને વિચારવા માટે.

પૂજા પણ તેના ઘરની પરિસ્થિતિ વાકેફ હતી.. તેણે નિકુંજ ની વાત માની લીધી. નિકુંજે કહ્યું કે ભાભીની પણ તેઓ પરિસ્થિતિ જોઈને ઘણીવાર આવી રીતે મદદ કરતા હતા..

સુમિતાજી રમાકાંત પાસે હાથ જોડીને એટલું જ બોલી શક્યા, પૂજાના પિતા તો હાજર નથી પણ આજે પૂજાને તમારા રૂપમાં એક સમજદાર પિતા મળ્યા છે, મારી દીકરીની હવે મને કોઈ પણ ચિંતા નહીં રહે.

વેવાઈ તમે પૂજાની ચિંતા બિલકુલ કરતા નહીં,… સુનંદા ની વાતોથી અમે પણ પરેશાન છીએ, એકવાર મોકો મળશે તો એને સમજાવવાની કોશિશ પણ કરીશ,… એનો જ નિર્ણય હતો કે એની બંને વહુ એના હિસાબથી જ આવે… ઓર સંજોગથી બંને વહુ ખૂબ જ સમજદાર છે… અને એક દિવસ એવો પણ આવશે કે સુનંદા જાતે જ કહેશે પિયરથી કંઈ લાવવાની જરૂર નથી બસ પિયર જઈને જલ્દીથી આવી જજો… રમાકાંત વિચારતા વિચારતા બોલ્યા.

પૂજા પણ શાંતિથી સસરાજી સાથે ચાલવા લાગી… હવે એને સાસુના મેણા નો કોઈ ડર હતો નહીં..
પૂજા સાસરે પહોંચી કે તરત જ સુનંદાજીએ સામાનની બાબતમાં પૂછ્યું, રમાકાંત જી પાછળથી આવીને બોલ્યા.., સુનંદા, આજે વહુ પહેલી વાર પિયરથી જઈને આવી છે,, જો નિકુંજના હાથમાં તારા માટે ગિફ્ટ પણ છે.., પણ આજે હું તને એક વધુ વાત કહેવા માગું છું.. આજ પછી આપણી બંને વહુ જ્યારે પિયર જશે ત્યારે તું તેને ગિફ્ટ આપીને પિયરે મોકલીશ…. એની પાસેથી લેવાનો અધિકાર નથી તને… એ લોકોએ આટલી સમજદાર વહુ આપી છે આપણને…. એ શું ઓછું છે? અને જો આજ પછી તે તારું આ રૂપ ફરીથી બતાવ્યું છે તો મારાથી ખરાબ કોઈ નહિ હોય,, તને ખબર પણ છે તને ગિફ્ટ આપવા માટે લોકોએ કેટલું કર્જ લેવું પડતું હશે…. સમજદાર બનો સુનંદા… હવે બહુ જ થયું…..

સુનંદા કંઈક બોલવા માટે તૈયાર જ હતી ત્યાં રમાકાંત ફરીથી બોલ્યા… વહુ બેટા આ સામાન રાખો અને તમારા રૂમમાં જાઓ…

આ શું હતું હે તમે શું બોલ્યા…. સુનંદાએ આશ્ચર્ય થી પૂછ્યું…

અત્યારે જ હું પડોશી બાબુલાલ ને મળ્યો…. તે ખૂબ જ પરેશાન હતા…. દીકરીને સાસરે મોકલવી છે એમ કહી રહ્યા હતા…. દીકરીના લગ્નમાં કેટલો કર્જ લીધો છે અને હવે સાસરિયાં વાળાને ગિફ્ટ આપવાની …. હવે તમે જ બતાવો રમાકાંત એક દીકરીના બાપ હોવું કેટલું દુઃખદ છે…. એક તો દીકરી આપવાની અને પાછળથી કેટલો સામાન આપવાનો હું તો બરબાદ થઈ જઈશ… અને મેં એને કહ્યું હતું એકવાર વેવાઈ સાથે વાત કરીને તેને સમજાવવાની કોશિશ કર બધું સારું થઈ જશે… અને ત્યારે જ મેં નક્કી કરી લીધું કે વહુ પાસેથી તું ગિફ્ટ લેવાનું હવે કહીશ તો હું તારી સાથે વાત કરીશ નહીં… અરે ખુદને ભાગ્યશાળી સમજ કે તને એ આટલું માન આપે છે… ક્યારેય સામો જવાબ આપતી નથી… તું ઈજ્જત ચાહે છો તો એકવાર એક દીકરીની મા બનીને સમજવાની કોશિશ કર… રમાકાંત સમજાવીને બોલ્યા…

સુનંદાજી થોડીક વાર ચૂપ રહીને બોલ્યા… મને માફ કરી દો… હું કયા જમાનાની સાસુ બનવા જઈ રહી હતી… હવે હું ક્યારેય બંને વહુને નહીં કહું કે પિયરથી સામાન લાવજો બસ એટલું જ કહીશ કે જલદી જાવ અને જલ્દી આવતા રહેજો…..

રમાકાંત પત્નીને જોઈને હસ્યા….. તે જાણતા હતા કે તે ગુસ્સે થાય એ પહેલા એ વાત જણાવી દે..

દોસ્તો… આજે પણ એક દીકરી પોતાના પિયર જાય છે… તો સાસુ એ રાહ માં રહે છે કે… પોતાની વહુ તેના પિયરથી શું શું સામાન લઈને આવે છે…. તમારી નજરમાં શું આ વ્યવહાર અનુચિત છે??? અને માતા પિતા તેમની દીકરી, તેમનાં કાળજા નો કટકો, અજાણ્યા ના હાથમાં આપી દે છે…. તો શું એની પાસેથી ગિફ્ટની ઉમ્મીદ રાખવી જોઈએ??

તો મિત્રો તમને આ સ્ટોરી પસંદ આવી હોય… તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવો…