આરોપી કરુણેશ પાંચ દિવસથી ફરાર, ગુજરાત બહાર ક્યાં ગયો હશે?

સુરત (Surat):વિવિધ સામાજિક સંગઠનોના નામ ઉપર હિસાબ આપવાના સમયે થયેલી માથાકૂટમાં કરુણેશ રાણપરીયાએ પોતાના જીગરજાન મિત્ર ગણાતા હિતેશ ગોયાણી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. હિતેશને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે, સાથે સાથે કાનમાં પણ ગંભીર ઈજા થઈ છે.હત્યાની પ્રયાસના ગુનામાં ગુજરાત રાજ્યની હદ છોડીને ચાલ્યો ગયો હોવાની આશંકાએ પોલીસ તપાસ નો ધમધમાટ શરૂ થયો છે.

પોલીસે એક ટીમને ગુજરાતની બહાર પણ મોકલી છે કરુણેશને ઉતરાણ પોલીસ જ છાવરથી હોવાના આક્ષેપ સાથે ઇજાગ્રસ્ત હિતેશ ગોયાણીની પોલીસ કમિશનરને રૂબરૂ મળીને યોગ્ય તપાસની માંગ કરી હતી, ઈજાગ્રસ્ત અને તેના મિત્રોને પોલીસ પ્રોટેક્શન મળે તેવી માંગણી પણ કરવામાં આવી હતી .

હિતેશ ઉપર થયેલા હુમલાને લઈને કરુણેશ રાણપરીયા છેલ્લા પાંચ દિવસથી ફરાર છે, બે દિવસ પહેલા હિતેશ ગોયાણીના મિત્ર ઉપર પણ કરુણેશની ટોળકીના માણસોએ છરો બતાવીને ધમકી પણ આપી હતી.આ બાબતને ગંભીરતાથી લઈને હિતેશ ગોયાણીની પત્નીએ આજે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી અને પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી.

પોલીસ કમિશનર દ્વારા ઉતરાણ પીઆઇ અને ડીસીપી પાસેથી સંપૂર્ણ ઘટનાની તપાસમાં રિપોર્ટ મંગાવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.હાલ હિતેશની માથાની ટ્રીટમેન્ટ પૂરી થઈ છે જ્યારે કાનમાં ઓપરેશન કરવા માટે બે રિપોર્ટ પણ કઢાવવામાં આવ્યા છે. ઉતરાયણ પોલીસ દ્વારા બુધવારે હિતેશની હોસ્પિટલમાં મુલાકાત લઈને તેના સ્વાસ્થ્ય વિશે ખબર અંતર પૂછ્યા હતા.