વિદેશનો મોહ રાખનારા લોકો ચેતી જજો ,ભારતીય યુવતીની લંડનમાં છરીના ઘા ઝીંકી હત્યા.

વિદેશમાંથી અવારનવાર આવા કેસોના સમાચાર  સામે આવી રહ્યા છે.છતાં પણ લોકોને માથેથી વિદેશનું ભૂત ઉતરતું જ નથી . એવા માં વધુ એક કિસ્સો સામે આવ્યો  હતો .હૈદરાબાદની એક વિદ્યાર્થિનીની લંડનમાં તેના ફ્લેટમેટ દ્વારા છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.

 27 વર્ષીય કોન્થમ તેજસ્વિની રેડ્ડી લંડનના વેમ્બલીમાં તેના મિત્રો સાથે રહેતી હતી. 6 દિવસ પહેલાં બ્રાઝિલની એક વ્યક્તિ તેના ફ્લેટમાં રહેવા આવી હતી. આરોપ છે કે મંગળવારે સવારે આ જ વ્યક્તિએ તેજસ્વિનીની હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.  અને તેણે અન્ય  યુવતી પર પણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું . તેજસ્વિની ગયા વર્ષે માર્ચમાં તેના માસ્ટર્સ માટે લંડન ગઈ હતી. તેજસ્વિની યુકેની નોટિંગહામ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કરી રહી હતી. તે 6 મહિના પહેલાં તેના બીમાર પિતાને મળવા ભારત આવી હતી. તે દેશ પરત ફર્યા બાદ માતા-પિતા તેના લગ્નની યોજના બનાવી રહ્યાં હતાં..

મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે તેજસ્વિનીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એ જ સમયે, આરોપીઓએ તેજસ્વિની સિવાય અખિલા નામની યુવતી પર પણ હુમલો કર્યો હતો. અખિલાની સારવાર ચાલી રહી છે, જ્યાં તેની હાલત ખતરાની બહાર છે. બંને પર હુમલો કરવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

પોલીસે સ્થળ પરથી 24 વર્ષના છોકરા અને 23 વર્ષની છોકરીની ધરપકડ કરી હતી. બાદમાં યુવતીને મુક્ત કરવામાં આવી હતી. છોકરો હજુ પોલીસ કસ્ટડીમાં છે. આ  ઘટના બાદ પોલીસ અન્ય શંકાસ્પદ આરોપીને શોધી રહી હતી.. મંગળવારે સાંજે 6 વાગ્યે તેની ધરપકડ કરવામાં આવી હતી.