પ્રેમલગ્ન બાદ 23 વર્ષના યુવક પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટીને જીવતો સળગી ગયો.

રાજ્યભરમાં પ્રેમ પ્રકરણને લઈને ખુબ જ ચોકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે,હાલ વધુ એક એવી જ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી છે,આ ઘટનામાં એક યુવકે પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી.,અને તડપી તડપીને મોત થઇ ગયું હતું.

મળતી માહિતી મુજબ, મૃતક યુવકનું નામ ગૌરવ હતું અને તેની ઉંમર 23 વર્ષની હતી. ગૌરવ મંગળવારના રોજ પોતાના ઘર પાસે આવેલા સ્મશાન ગૃહમાં પહોંચ્યો હતો. અહીં તેને પોતાના શરીર ઉપર પેટ્રોલ રેડીયું હતું અને ત્યારબાદ પોતાના જ શરીરને આગ લગાવી દીધી હતી.

ગૌરવે બે વર્ષ પહેલાં લવ મેરેજ કર્યા હતા. પરંતુ લગ્નના પાંચ છ દિવસ બાદ તેના છૂટાછેડા થઈ ગયા હતા, ત્યાર પછી ગૌરવ ખુબ જ  ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો.,તે કામ પર જતો નહીં અને પોતાની રૂમમાં એકલો રહેતો હતો. જ્યારે પોલીસે ગૌરવની રૂમની તપાસ કરી ત્યારે પોલીસને અહીંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેને લખ્યું હતું કે ,મારા મૃતદેહને કોઈ બીજી ન અડે એટલે હું સળગીને જીવન ટૂંકાવવું છું. હું મારી મરજીથી સુસાઇડ કરું છું, આમાં કોઈ વ્યક્તિ જવાબદાર નથી.

ગૌરવનું આમ અચાનક મોત થવાથી પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયું હતું.