રાજકોટમાં ‘હું જીંદગીથી કંટાળી ગઈ છું’ સ્ટેટ્સ મૂકી 22 વર્ષની વિદ્યાર્થીનીનો આપઘાત.

રાજકોટ(Rajkot):રાજ્યભરમાં આપઘાતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,ખાસ કરીને નાની ઉમરના લોકોમાં આપઘાતના કેસ ખુબ જ બની રહ્યા છે,લોકોની સહન શક્તિમાં ખુબ જ ઘટાડો થઇ રહ્યો હોવાથી આપઘાત કરી લે છે,હાલ ‘હું જીંદગીથી કંટાળી ગઈ છું’ સ્ટેટ્સ મૂકી તબીબી છાત્રાએ આપઘાત કર્યો છે.

મળતી માહિતી મુજબ,શહેરના સાધુ વાસવાણી રોડ પર અજંતા પાર્કમાં ભાડાનો રૂમ રાખી રહેતી તબીબી 22 વર્ષની વિદ્યાર્થી સંગીતા જટુ મકવાણાએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેણે અંતિમ પગલું ભરતા પહેલા ‘હું જિંદગીથી કંટાળી ગઈ છું’ તેવું વોટ્સએપમાં સ્ટેટસ મુક્યું હતું.

સંગીતા જામનગર રોડ પર આવેલી બી.એ.ડાંગર હોમિયોપેથીક કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેનો પરિવાર ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રામગઢ ગામે રહે છે. સંગીતા અહીં રાજકોટમાં અજંતા પાર્કમાં ભાડે રહેતી હતી. મકાનમાં નીચે મકાન માલિક રહેતા હતા અને ઉપરના માળે સંગીતા એકલી રહેતી હતી. રાત્રે 11 વાગ્યે તેણે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં પોતાના પિતાને સંબોધી લખ્યું હતું કે, હું જિંદગીથી કંટાળી ગઈ છું.’

જે સ્ટેટસ તેમના પરિવારમાંથી કોઈ જોઈ જતા મકાન માલિકને જાણ કરતા મકાન માલિકે ઉપરના રૂમમાં જઈ જોયું તો સંગીતાએ છતના પંખા સાથે ચુંદડી બાંધી આપઘાત કરી લીધો હતો અને મોબાઈલ ફોન પાણી ભરેલી ડોલમાં નાખી દીધો હતો.

તપાસ બાદ જાણવા મળ્યું હતું કે છેલ્લે સંગીતાએ તેના રૂમ પાસે જ રહેતા પ્રદીપ આહિરને ફોન કર્યો હતો.,જેથી પ્રદિપને પોલીસે ઉઠાવી લઈ પુછપરછ કરી હતી.