માં મોગલે આ મહિલાને આપ્યો એવો પરચો કે તરત જ મહિલા પોહચી ગઈ માં ના દર્શને અને થયું એવું કે…

માં મોગલના પરચા અપરંપાર છે, ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે આવતા હોય છે, દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં આવતા બધા જ દુઃખો દૂર કરતા હોય છે. જ્યારે પણ ભક્તોને તેમના જીવનમાં દુ:ખ આવે છે, ત્યારે તેઓ માં મોગલ ને યાદ કરે છે.માં મોગલ પર શ્રદ્ધા રાખવામાં આવે તો તે દરેક મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. માં મોગલ અઢારે વરણની માતા કહેવાય છે.

એક પરચો મોગલના ગામમાં જોવા મળ્યો હતો.સાબરકાંઠાથી આવેલી એક મહિલા મોગલ ધામમાં આવી હતી. સાબરકાંઠાની આ મહિલાએ પોતાની માનતા રાખી હતી તે પૂરી થતાં જ મણીધર બાપુને પૈસા આપ્યા હતા. અને મહિલા કહેવા લાગી કે માં એ લગ્નનાં ઘણાં વર્ષો વિત્યા બાદ સંતાન આપ્યું છે અને જીવનમાં જે ખૂબ જ તકલીફ તેને પડી છે તે માં એ દૂર કરી છે.ત્યારબાદ તેને અચાનક જ મોગલમાની તેણે રાખેલી એક માનતા તેને યાદ આવી ગઈ.

માનતા એવી હતી કે યથાશક્તિ પ્રમાણે મોગલ માતાના મંદિરમાં પૈસા ચડાવીશ.ત્યારબાદ આ મહિલા પોતાના ઘરે બાળકનો જન્મ થતા મણીધર બાપુને પૈસા આપવા આવી પરંતુ મણીધર બાપુએ યુવતીના રૂપિયામાં પોતાના 20 રૂપિયા ઉમેરી તમામ રૂપિયા યુવતીને પાછા આપી દીધા અને મોગલ ઉપર શ્રદ્ધા રાખવાનું જણાવ્યું હતું.

હાલમાં એક તેવી જ દીકરી તેની માનેલી માનતા પુરી કરવા માટે કબરાઉમાં માં મોગલના ધામમાં આવી હતી, દીકરીએ મંદિરમાં આવીને માં મોગલના દર્શન કર્યા અને મણિધર બાપુના દર્શન કરીને આર્શીવાદ લીધા અને મણિધર બાપુને કહ્યું કે હું મારી માનેલી માનતા પુરી કરવા માટે આવી છું.

તો તે સાંભળીને મણિધર બાપુએ દીકરીને પૂછ્યું કે દીકરી તું શેની માનતા માની હતી તો દીકરીએ કહ્યું કે બાપુ હું સરકારી નોકરી આવે તો પહેલો પગાર માં મોગલના ચરણોમાં અર્પણ કરીશ તેવી માનતા માની હતી એટલે મારે સરકારી નોકરી આવી ગઈ એટલે હું મારો પહેલો પગાર ચડાવવા માટે આવી છું, દીકરીને સરકારી નોકરી આવવાથી તે ખુબ જ ખુશ થઇ ગઈ હતી. તેથી દીકરી માનતા પુરી કરવા માટે માં મોગલના ધામમાં આવી પહોંચી હતી.

દીકરીને મણિધર બાપુએ પગાર બધા પૈસા આપ્યા તો મણિધર બાપુએ એક રૂપિયો ઉમેરીને તે પગાર પાછો આપ્યો અને મણિધર બાપુએ દીકરીને કહ્યું કે માં મોગલે તારી માનેલી માનતા સાત વખત સ્વીકારી, માં મોગલ તો આપનારી છે લેનારી નથી, તેથી માં મોગલ પર વિશ્વાસ રાખજો માં મોગલ તમારી બધી જ ઇચ્છાઓ અને કામો પૂરા કરશે.ખરેખર ધન્ય છે પરમ પૂજ્ય મોગલ બાપુને આવા તો અનેક પ્રેરણાત્મક કિસ્સો છે, એકવાર મોગલધામની મુલાકાત લઈને માં ચરણોમાં નતમસ્તક પ્રણામ કરવા જોઈએ.