દિલ્હી મેટ્રોમાં વધુ એક કપલનો રોમાન્સ કરતો વિડીયો વાયરલ, વિડીયો જોઈને લોકો ગુસ્સે થયા અને કહ્યું કડક કાર્યવાહી થવી જોઈએ.

દિલ્હી (Dilhi ):મેટ્રોની અંદર અશ્લીલ હરકતો કરનારાઓ સામે કાર્યવાહી કરવાની કડક સૂચના આપવામાં આવી છે, પરંતુ તેમ છતાં કેટલાક લોકોને તેનાથી ખાસ ફરક પડી રહ્યો નથી.છેલ્લા કેટલાક સમયથી દિલ્હી મેટ્રો કપલ માટે રોમાન્સ કરવાની ફેવરીટ જગ્યા બની ગઈ છે. મેટ્રોમાં રોમાન્સ કરતા એક પછી એક વીડિયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે હવે વધુ એક કપલ આપત્તિજનક સ્થિતીમાં કેમેરામાં કેદ થયુ હતું .

વાસ્તવમાં મેટ્રોની અંદર એક કપલ એકબીજાને ગળે લગાવીને અશ્લીલ હરકતો કરતા જોવા મળે છે. મેટ્રોની અંદર વધુ લોકો છે તેનાથી તેમને કોઈ ફરક નથી પડતો. તેઓ ફક્ત પોતાનામાં જ મગ્ન હોય છે.વીડિયોમાં છોકરો છોકરીને કિસ કરતો જોવા મળી રહ્યો છે. છોકરો એક વાર નહિ પણ વારંવાર આવી  હરકતો કરી રહ્યો છે.

મેટ્રોમાં સવાર એક વ્યક્તિએ આ ઘટનાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી, જે જોતાની સાથે જ વાયરલ થઈ ગઈ. મહત્વની બાબત એ છે કે ,આ કપલની બાજુમાં એક વૃદ્ધ મહિલા બેઠી છે તેમ છત્તા પણ બન્ને પોતાની હરકતો ચાલુ રાખી છે. આ કપલની હરકતોથી આ વૃદ્ધ મહિલા પોતાનું મોઢુ ફેરવી લે છે. જાહેર સ્થળોએ આવા કૃત્યો અન્યને અસ્વસ્થ બનાવે છે. આ અંગે થોડો વિચાર કરવો જોઈએ.