વડોદરામાં દશામાની મૂર્તિના વિસર્જનનો મહોત્સવ માતમમાં ફેરવાયો ,એકજ ગામના ત્રણ યુવાનો એક સાથી ડૂબી જતા રણછોડપુરા ગામમાં સન્નાટો

વડોદરા (Vadodara ); વડોદરા જિલ્લામાં ઉત્સાહભેર ઉજવાયેલ દશામાં ઉત્સવ  શોકમાં પરિણમ્યો હતો. મળતી જાણકારી મુજબ ,વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામના રણછોડપુરા ગામના 3 યુવાનો સંજય પૂનમભાઇ ગોહિલ (ઉં.વ. 32), કૌશિક અરવિંદભાઇ ગોહિલ (ઉં.વ. 20) અને વિશાલ રતિલાલ ગોહિલ (ઉં.વ.15) આજે વહેલી સવારે પરિવારજનો સાથે દશામાંની મૂર્તિનું વિસર્જન કરવા માટે કનોડા ગામ પાસેથી પસાર થતી મહિ નદીમાં ગયા હતા.

મૂર્તિઓના વિસર્જન સમયે મહી નદીના ધસમસતા પાણીમાં એક પછી એક ત્રણે યુવાને એક-બીજાને બચાવવા જતા ડૂબી જતા લાપતા થયા હતા. એકજ ગામના ત્રણ યુવાનો એક સાથી ડૂબી જતા લાપતા થતા રણછોડપુરા ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો.

ભારે જહેમત બાદ સંજય ગોહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. લાપતા થયેલા ત્રણ યુવાનો પૈકી સંજય ગોહિલ પરિણીત છે. અને તેઓને બે સંતાનો પણ છે. તેઓ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જ્યારે કૌશિક ગોહિલ કોલેજમાં અભ્યાસ કરે છે. અને વિશાલ ધોરણ-10 માં અભ્યાસ કરે છે. સંજય ગોહિલ અને કૌશિક ગોહિલ પરિવારના એકના એક સંતાન હોવાનું જાણવા મળ્યું હતું.આ બનાવે પંથકમાં હાહાકાર મચાવી મૂક્યો