ભાવનગરના દિહોરમાં એકસાથે 10 ચિતા સળગી, કોણ કોના આંસુ લૂછે એવી સ્થિતિ,જોઇને રુવાડા ઉભા થઇ જશે.

ભાવનગર(Bhavanagar):રાજ્યભરમાં અકસ્માતના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ જ ભાવનગરમાંથી અકસ્માતનો બનાવ સામે આવ્યો છે,જેમાં ભાવનગરના તળાજાના દિહોર ગામથી 57 યાત્રાળુને ભરીને ચાર દિવસ પહેલાં કાર્તિક ટૂર એન્ડ ટ્રાવેલ્સની બસ મથુરાની યાત્રા માટે નીકળી હતી. બાર દિવસના પ્રવાસે નીકળેલી બસના પ્રવાસના ચોથા દિવસે સવારે બસને અકસ્માત નડ્યો હતો. રાજસ્થાન નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બનતાં 12 લોકોનાં મોત થયાં છે, જેમાં 10 મૃતક તો એક જ ગામના છે.

અકસ્માતમાં અવસાન પામેલા યાત્રીઓના મૃતદેહને આજે વતનમાં લાવવામાં આવ્યા છે. આ અકસ્માતમાં દિહોર ગામના 10 લોકોનાં મોત થયાં છે. ભાવનગર શહેરની એક મહિલા અને દિહોરના અન્ય મૃતક યાત્રીઓની વતનમાં અંતિમવિધિ કરવામાં આવી રહી છે. હાલ તો સમગ્ર દિહોર ગામમાં શોકનો  ખુબ જ  માહોલ છવાયો છે.

તમામ મૃતક યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ પાઠવવા હિન્દૂ- મુસ્લિમ સમાજના 10 હજારથી વધુ લોકો એકત્રિત થયા છે,પરિવારજનોનું હૈયું હચમચાવી દેતું આક્રંદ જોવા મળ્યું હતું.10 લોકોની ચિતા જોઇને ગામ આખું હિબકે ચડ્યું હતું,કોણ કોને છાનું રાખે એવી પરિસ્થિતિ સર્જાય હતી.