લોકપ્રિય બોલિવૂડ સિંગર હિમેશ રેશમિયા તેના પરિવાર સાથે તાજેતરમાં હનુમાનજીના આશીર્વાદ લેવા માટે ગુજરાતના સાંળગપુર મંદિરે ગયા હતા.
વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતેના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની દર્શન મુલાકાતે પહોંચ્યા પ્રખ્યાત ગાયક કલાકાર હિમેશ રેશમિયા પરિવાર સાથે ખાસ દર્શન આવ્યા હતા. મંદિરના કોઠારીએ મોમેન્ટો આપી તેમજ 54 ફૂટ મૂર્તિ માં દર્શન કરાવ્યા હતા.
પરમ પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામી, પરમ પૂજ્ય વિવેકસાગર દાસજી સ્વામી અને પરમ પૂજ્ય 108 લાલજી મહારાજ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.,હિમેશ રેશમિયા આની પહેલા 16 માર્ચ 2022ના રોજ પોતાના પરિવાર સાથે દર્શન કરવા માટે આવ્યા હતા એટલે કે તેઓ હનુમાનજી પ્રત્યે ખુબજ શ્રદ્ધા અને ભક્તિ ધરાવે છે એટલે જ્યારે પણ તેમને દર્શન ની ઈચ્છા થાય એટલે પોતાના પરિવાર સાથે દર્શન માટે આવી જાય છે.
હાલ અત્યારે સાળગપુર માં હનુમાનજી દાદાની 54 ફૂટની જે મૂર્તિ બનેલ છે તે એક આસ્થા નું કેન્દ્ર બની છે તેના દર્શન પણ હિમેશ રેશમિયા એ કર્યા હતા દાદાના દર્શન કરી એક અનોખી અનુભૂતિ થઈ હતી.
બોટાદમાં આવેલ કષ્ટભંજન દેવનું મંદિર દેશના સેંકડો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં હજારો લોકો રોજનાં દર્શન કરવા માટે આવે છે.