35 વર્ષથી ભાજપ સત્તામાં પણ હવે કોંગ્રેસ ભરાશે, કોંગ્રેસના નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

ભરૂચ (Bharuch ):ભરૂચ લોકસભા બેઠક 1989થી ભાજપ પાસે છે. પાર્ટી છેલ્લા 35 વર્ષથી સતત આ સીટ જીતી રહી છે. આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંથી સતત છઠ્ઠી વખત સાંસદ છે. આવી સ્થિતિમાં મુમતાઝ ભગવા કિલ્લામાં કેવી રીતે પ્રવેશ કરી શકશે? કોંગ્રેસના  દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

મુમતાઝ પટેલ એવું કહી રહ્યાં છે કે, ભરૂચ 45 વર્ષથી વધુ સમયથી તેમના પિતાનો મતવિસ્તાર છે. તેઓ ત્રણ વખત લોકસભાના સાંસદ હતા અને છથી વધુ વખત રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભરૂચ મારું ઘર છે. અમારો જન્મ ત્યાં થયો હતો અને હું ત્યાંથી ચૂંટણી લડીશ.

અમદાવાદમાં FICCI દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મુમતાઝ પટેલે કહ્યું કે તેના પિતા મને રાજકારણમાં લાવવાની વિરુદ્ધ હતા, પરંતુ હું આવતા વર્ષે 2024માં લોકસભાની ચૂંટણી લડવા માંગુ છું. મુમતાઝે કહ્યું કે તે આ માટે તૈયારી કરી રહી છે.

ભરૂચની સીટ પરથી ચૈતર વસાવાને ચૂંટણી લડવી છે જો અહીં ચૈતરને ટીકિટ નહીં મળે તો ગુજરાતમાં ગઠબંધન તૂટશે. કોંગ્રેસ માટે આગળ કૂવો અને પાછળ ખાઈ જેવી સ્થિતિ પેદા થઈ છે. અહેમદ પટેલ ગુજરાતના કદાવર નેતા હતા. હવે કોંગ્રેસ અહેમદ પટેલના પરિવારને સાચવે છે કે આપ સાથેનું ગઠબંધન એ તો આગામી સમય જ બતાવશે.