સુરતમાં બહેન રાખડી બાંધવા ભાઈને જગાડતી રહી પણ ઊઠ્યો જ નહીં,ઘટના જાણીને ધ્રુજી જશો.

સુરત(surat):આજ કાલ મોતના સમાચાર ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ સુરતમાં ખુબ જ દર્દનાક સમાચાર સામે આવ્યા છે,સાંજે યુવકને બહેને રાખડી બાંધવા માટે જગાડ્યો હતો. જોકે, તે ન જાગતા સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે  મહારાષ્ટ્રના અમલનેરના વતની અને હાલ લિંબાયતના શિવજીનગરમાં રહેતા 35 વર્ષીય જીજાબ્રાવ જ્ઞાનેશ્વર સોનવણે રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બપોરે જમીને  જીજાબ્રાવ સૂઈ ગયા હતા., ત્યારે જ તેમની બહેન રક્ષાબંધનને લઈને રાખડી બાંધવા ઘરે આવી હતી.

ઘરે બહેન આવી હોવાથી પત્નીએ તેના પતિને જગાડ્યા હતા,ત્યારે પતિએ નાહવા માટે ગરમ કરવાનું કહી ફરી સૂઈ ગયા હતા. પાણી ગરમ થયા બાદ પણ નહીં ઊઠતાં બહેને ભાઈને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ નહીં ઊઠતાં રિક્ષામાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

લીંબાયત પોલીસે  તપાસ હાથ ધરી છે,એટલી નાની ઉમરે મોત થતા પરિવાર પર ખુબ જ મોટું દુખ આવી પડ્યું છે,સંતાનો હજુ સાવ જ નાના નાના છે,હાલ તો અમને હાર્ટ એટેકની આશંકા છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.