અમદાવાદમાં એકતરફી રિક્ષાચાલક પ્રેમીએ,એક પુત્રની માતાને છરી વડે લોહીલુહાણ કરી, પુત્રને સ્કૂલે મૂકવા એક જ રિક્ષામાં જતી ને પરિચય થયો

દિવસે ને દિવસે પ્રેમ પ્રકરણ ની ઘટના વધારે ને વધારે સામે આવી રહી છે,હજુ તો સુરતમાં ગ્રીષ્મા કાંડ ભુલાયો નથી ત્યાં જ અમદાવાદ માં એક એકતરફી પ્રેમ ની ચોકાવનારી ઘટના સામે આવી છે.અમદાવાદના સરદારનગરમાં પરિણીતા પર એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ છરી વડે હુમલો કરતાં લોહીલુહાણ બની હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.

તપાસમાં  જાણવા મળ્પયું હતું કે,પરિણીતા પોતાના પુત્રને સ્કૂલ મૂકવા માટે એક જ રિક્ષામાં જતી હતી. દરમિયાન રિક્ષાચાલક સાથે પરિચય થયો હતો. બાદમાં રિક્ષાચાલક પરિણીતાના પ્રેમમાં પડ્યો હતો અને તેની સાથે જ લગ્ન કરવાની જીદે ચડ્યો હતો.

સરદારનગરમાં રહેતી પરિણીત પ્રેમિકાને પામવા માટે યુવક તેના પરિવાર સાથે પિતાના ઘરે પહોંચી ગયો હતો. ત્યાં પરિણીતાએ છૂટાછેડા લીધા નથી તો કઈ રીતે તેની સાથે લગ્ન કરે તેવી વાત કરી હતી. આથી પ્રેમી ઉશ્કેરાયો હતો અને છરી વડે પ્રેમિકાને લોહીલુહાણ કરી નાખી હતી.

યુવતીએ જણાવ્યું હતું કે, એક યુવક તેને પરેશાન કરતો હતો. પરિણીતા પોતાના પતિથી આઠ વર્ષથી અલગ રહે છે. આ ઉપરાંત અમને એ પણ જાણવા મળ્યું છે કે, તે એક વર્ષથી મૈત્રી કરારમાં રહેતા હતા.નિશા તેના બાળકને સ્કૂલે મૂકવા જવા માટે રિક્ષામાં જતી હતી. રોજ એક જ વ્યક્તિ રિક્ષા લઈને આવતી હતી, જેથી નિશાને તે રિક્ષાચાલક નવીન ઉર્ફે રાજુ અમરતભાઈ કોષ્ટી સાથે ઓળખાણ થઈ હતી.

નવીન અને નિશા એકબીજા સાથે વાતો કરતાં હતાં. ફોન પર ઘણી વખત વાતો થતી હોવાથી નવીન નિશાના પ્રેમમાં પડ્યો અને નિશાને પામવા માટે પ્રયાસ કરવા લાગ્યો હતો, પરંતુ નિશાના છૂટાછેડા થયા ન હતા.

સરદારનગર પોલીસે આરોપી નવીનને ઝડપી લીધો છે.